STOCK MARKET: ભારતીય શેર બજાર ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સે 50,000ની સપાટીને પાર કરી છે. દેશના સ્ટોક એક્સચેન્જના ઈતિહાસમાં પ્રથમ વખત આ સપાટી જોવા મળી છે અને રોકાણકારોને માટે આ શાનદાર તક છે.


સવારે 9 કલાક 24 મિનિટે બજારની સ્થિતિ

સવારે 9 કલાક 24 મિનિટે સેન્સેક્સ 266.96 પોઈન્ટના ઉછાળા એટલે કે 0.54 ટકા ઉપર 50,059.08ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેની સાથે જ એનએસઈનો 50 શેરનો ઇન્ડેક્સ નિફ્ટી 79.10 પોઈન્ટ એટલે કે 0.54 ટકાની શાનદાર તેજી સાથે 14,723.80ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.

બેન્કિંગ સ્ટોકમાં શાનદાર તેજી

બેન્કિંગ સ્ટોકમાં શાનદાર તેજીથી શેર બજારને સપોર્ટ મળ્યો છે અને આ જ કારણે બેન્કિં નિફ્ટી પણ 32700ની સપાટીને પાર કરી ગયો છે. કારોબાર ખુલવાની શરૂઆતની 15 મિનિટમાં જ બેન્ક નિફ્ટી 158.95 પોઈન્ટ એટલે કે 0.49 ટકાની મોટી તેજી સાથે 32702.65 પર કારોબાર કરી રહ્યો છે.