Stock Market Closing, 13th April, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો ચોથો કારોબારી દિવસ પણ શાનદાર રહ્યો. ઘટાડા સાથે શરૂઆત થયા બાદ દિવસના અંતે બજાર સામાન્ય વધારા સાથે બંધ રહ્યું. રોકાણકારોની સંપત્તિ 265.93 લાખ કરોડ થઈ છે.

કેટલા પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ

સપ્તાહના ચોથા કારોબારી દિવસ ગુરુવારે 38.23 પોઇન્ટના વધારા સાથે 60431 પોઇન્ટ પર અને નિફ્ટી 15.6 પોઇન્ટના વધારા સાથે 17828 પોઇન્ટ પર બંધ રહ્યા. બુધવારે સેન્સેક્સ 235.05 પોઇન્ટના વધારા સાથે 60392.77 પોઇન્ટન અને નિફ્ટી 90.1 પોઇન્ટના વધારા સાથે 17812.40 પર બંધ રહ્યા હતા. મંગળવારે સેન્સેક્સ 377.21 પોઇન્ટના વધારા સાથે 60,157.72 પોઈન્ટ પર અને નિફ્ટી 98.25 પોઇન્ટના વધારા સાથે 17722.30 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે સેન્સેક્સ 13.54. પોઇન્ટના સાથે 18522.17 પોઇન્ટ પર અને નિફ્ટી 24.9 પોઇન્ટના સાથે 17624.05 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.

સવારે ઘટાડા બાદ કેમ આવ્યો સુધારો ?

જોકે સવારથી બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું. સેન્સેક્સમાં લગભગ 300 પોઈન્ટનો ઘટાડો અને નિફ્ટીમાં લગભગ 80 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ બેંકિંગ શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી હતી. જેના કારણે બજાર સામાન્ય વધારા સાથે બંધ રહ્યું.

સેકટરની સ્થિતિ

આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બેન્ક નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 1.38 ટકા અથવા 575 પોઈન્ટના વધારા સાથે 42,132 પોઈન્ટ પર બંધ થયો હતો. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 12 બેન્ક શેરોમાંથી 11 વધીને બંધ રહ્યા હતા. ઓટો, એફએમસીજી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટર ઝડપથી બંધ થયા હતા જ્યારે આઈટી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, ફાર્મા સેક્ટર ડાઉન થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 28 વધ્યા અને 22 નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો ઉછાળા સાથે અને 13 નુકસાન સાથે બંધ થયા હતા.

વધેલા-ઘટેલા શેર્સ

આજના કારોબારમાં ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 3.15 ટકા, પાવર ગ્રીડ 1.89 ટકા, એક્સિસ બેન્ક 1.60 ટકા, બજાજ ફિનસર્વ 1.46 ટકા તેજી સાથે બંધ થયા. જ્યારે ઇન્ફોસિસ 2.79 ટકા, ટેક મહિન્દ્રા 2.13 ટકા, એચસીએલ 2.09 ટકા,. એનટીપીસી 1.62 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો

આજના ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 265.93 લાખ કરોડ થયું છે, જે બુધવારે રૂ. 265.66 લાખ કરોડ હતું. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 27000 કરોડનો ઉછાળો આવ્યો છે.

 

આજે કેવી થઈ હતી શરૂઆત

વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે વિશ્વભરના શેરબજારોમાંથી મિશ્ર સંકેતો જોવા મળ્યા હતા. જેના કારણે ભારતીય શેરબજારમાં આજે નબળી શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 94.11 પોઈન્ટ અથવા 0.16% ઘટીને 60,298.66 પર અને નિફ્ટી 22.90 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 17,789.50 પર હતો. લગભગ 1223 શેર વધ્યા હતા 673 શેર ઘટ્યા અને 88 શેર યથાવત રહ્યા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારી બદલાવ
BSE Sensex 60,470.21 60,486.91 60,081.43 0.00
BSE SmallCap 28,153.57 28,187.94 28,047.77 0.00
India VIX 11.91 12.51 11.84 -2.97%
NIFTY Midcap 100 30,884.65 30,977.05 30,745.05 0.20%
NIFTY Smallcap 100 9,337.30 9,358.05 9,294.95 0.00
NIfty smallcap 50 4,269.95 4,274.40 4,249.15 0.00
Nifty 100 17,635.15 17,647.70 17,546.55 0.00
Nifty 200 9,245.80 9,252.35 9,200.70 0.00
Nifty 50 17,828.00 17,842.15 17,729.65 0.00