Stock Market Closing, 14th June 2023: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ સારો સાબિત થયો હતો. આજે શેરબજારમાં તેજી જોવા મળી હતી. જેના કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થયું છે.

 

આ સપ્તાહે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું છે. એફએમસીજી અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 85 પોઈન્ટના વધારા સાથે 63,228.51 પોઈન્ટ પર બંધ થયો છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 39.75 પોઈન્ટના ઉછાળા સાથે 18,755.90 પોઈન્ટ પર બંધ થયો છે.

ટોપ ગેઈનર્સ


ટોપ લૂઝર્સ


સેક્ટરની સ્થિતિ



આજના કારોબારમાં ઓટો, એફએનસીજી, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ આઈટી, ફાર્મા, મીડિયા સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરો પણ તેજી સાથે બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 34,870ની વિક્રમી સપાટીને સ્પર્શવામાં સફળ રહ્યો. ઈન્ડેક્સ 34,833 પોઈન્ટ પર બંધ થયો છે.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE Sensex 63,209.28 63,274.03 63,013.51  
BSE SmallCap 32,005.44 32,048.81 31,929.28 0.40%
India VIX 11.16 11.37 10.63 0.47%
NIFTY Midcap 100 34,833.30 34,870.20 34,737.25 0.21%
NIFTY Smallcap 100 10,620.35 10,654.80 10,612.75 0.12%
NIfty smallcap 50 4,775.75 4,810.15 4,769.45 -0.42%
Nifty 100 18,705.25 18,719.50 18,644.75 0.20%
Nifty 200 9,888.60 9,895.75 9,857.30 0.20%
Nifty 50 18,755.90 18,769.70 18,690.00 0.21%

શેર બજારમાં જોવા મળ્યો ઉતાર ચઢાવ
આજના કારોબારમાં ટાટા સ્ટીલ 2.39 ટકા, ટાટા મોટર્સ 1.49 ટકા, પાવર ગ્રીડ 1.42 ટકા, રિલાયન્સ 1.28 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.09 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક 0.98 ટકા, બજાજ ફાઇનાન્સ 0.98 ટકા, એક્સિસ બેન્ક 0.88 ટકા, ભારતી એરટેલ 0.66 ટકા ઘટીને બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો
રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં આવેલી તેજીને કારણે તેમની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 290.85 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 289.99 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 86000 કરોડનો ઉછાળો આવ્યો છે.

સવારે બજારની શરૂઆત કેવી રીતે થઈ હતી

આજે ભારતીય શેરબજારની શરૂઆતે સેન્સેક્સ અને નિફ્ટીમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. સેન્સેક્સ મામૂલી ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી મામૂલી વધારા સાથે ખુલવામાં સફળ રહ્યો હતો. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 27.68 પોઈન્ટ ઘટીને 63,115.48 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટીએ 28.45 પોઈન્ટ અથવા 0.15 ટકાના મામૂલી વધારા સાથે 18,744.60 ના સ્તર પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.

હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, આઇશર મોટર્સ, ટાટા સ્ટીલ અને એશિયન પેઇન્ટ્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, એચયુએલ, ભારતી એરટેલ, સિપ્લા અને બીપીસીએલ ટોપ લુઝર્સ હતા.