Stock Market Record: ભારતીય શેરબજાર (Stock Market) સતત ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મંગળવારે ખુલ્યું હતું અને તે શાનદાર તેજી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ (Sensex) ઓલ ટાઈમ હાઈ પર શરૂ થયો છે અને 77,235.31ની નવી ઐતિહાસિક હાઈ પર ખુલ્યો છે. NSE નો નિફ્ટી પ્રથમ વખત 23,570.80 પર ખુલ્યો અને આ તેનું રેકોર્ડ ઓપનિંગ લેવલ છે.


બીએસઈનો સેન્સેક્સ (Sensex) 242.54 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 77,235.31 પર ખુલ્યો હતો અને એનએસઈનો નિફ્ટી 105.20 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 23,570.80 પર ખુલ્યો હતો.


આજે ભારતીય શેરબજાર (Stock Market)માં મિડકેપ ઈન્ડેક્સ પણ રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો છે અને આ પરાક્રમ સતત ચાલુ છે. તે પ્રથમ વખત 55,400 થી ઉપર ગયો છે અને મિડકેપ શેર્સની તેજી ચાલુ છે.


બેન્ક નિફ્ટીનો અદભૂત ઉછાળો ચાલુ છે અને આજે તે 50,194.35 પર ખુલ્યો છે જ્યારે તે 50,204.75 સુધીના ઊંચા સ્તરે જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટીના 12માંથી 10 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 2 શેર એવા છે જે ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે.