Stock Market Today: અમેરિકામાં ફેડરલ બેંક દ્વારા 50 બેસિસ પોઈન્ટ વ્યાજ દરમાં વધારો થવાને કારણે સમગ્ર વિશ્વના સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો છે. આજે ભારતીય બજાર પર પણ તેની અસર જોવા મળી રહી છે અને ભારતીય સ્ટોક માર્કેટમાં મંદીની ચાલ સાથે શરૂઆત થઈ છે. 


આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62677.91ની સામે 147.84 પોઈન્ટ ઘટીને 62530.07 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18660.3ની સામે 45.90 પોઈન્ટ ઘટીને 18614.4 પર ખુલ્યો હતો.


આજે કારોબારમાં આઈટી શેરોમાં વેચવાલી છે. નિફ્ટી પર ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ નબળો પડ્યો છે. બેન્ક, ફાઇનાન્શિયલ અને એફએમસીજી ઇન્ડેક્સ પર પણ દબાણ છે. જોકે મેટલ, ઓટો અને ફાર્મા ઈન્ડેક્સ લીલા નિશાનમાં દેખાઈ રહ્યા છે.


હેવીવેઇટ શેરોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 30ના 14 શેરો લીલા રંગમાં અને 16 લાલ નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં NTPC, INDUSINDBK, KOTAKBANK, DRREDY, MARUTI, SBIનો સમાવેશ થાય છે. અને ટોપ લુઝર્સમાં TECHM, Infosys, HCL, HUL, Titan, ICICI બેંક, TCS નો સમાવેશ થાય છે.


સેન્સેક્સમાં વધનારા - ઘટનારા સ્ટોક


યુએસ માર્કેટ


ફેડરલ રિઝર્વે ફુગાવાને ઘટાડવા માટે વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકામાં વ્યાજ દર હવે 15 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે છે. ફેડના ચીફ જેરોમ પોવેલે કહ્યું કે 2023માં ફુગાવા સામે યુદ્ધ ચાલુ રહેશે અને વ્યાજ દર વધારીને 5.1 ટકા કરવામાં આવશે. આ વધારાની અસર અમેરિકન બજાર પર જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 142.29 પોઈન્ટ અથવા 0.42% ઘટીને 33,966.35 પર, S&P 500 24.33 પોઈન્ટ અથવા 0.61% ઘટીને 3,995.32 પર અને Nasdaq Composite 85.93% અથવા 0.61% ઘટીને 33,966.78 પોઈન્ટ પર રહ્યો. ડૉલર ઇન્ડેક્સ 103.24 ના સ્તર પર છે. ક્રૂડ ઓઈલમાં લગભગ 3 ટકાનો વધારો થયો છે અને તે પ્રતિ બેરલ $83ની નજીક છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1817 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. એશિયન માર્કેટ પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. SGX નિફ્ટીમાં 55 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે બજાર નેગેટિવ રહેવા તરફ ઈશારો કરી રહ્યું છે.


એશિયન બજારો


યુએસ ફેડરલ રિઝર્વે તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 15 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચાડ્યા પછી એશિયા-પેસિફિક બજારોમાં નીચા વેપાર થયા હતા. S&P/ASX 200 0.19% ઘટ્યો. જાપાનમાં નિક્કી 225 નો વેપાર નજીવો નીચો હતો કારણ કે રોકાણકારો જાપાન અને દક્ષિણ કોરિયાના વેપાર ડેટાની અસર જોવા મળી છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.44% તૂટ્યો.


FII અને DII ડેટા


NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ 14 ડિસેમ્બરે રૂ. 372.16 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs)એ 14 ડિસેમ્બરે રૂ. 926.45 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી.


NSE પર F&O પ્રતિબંધ લિસ્ટમાં સ્ટોક્સ


નેશનલ સ્ટોક એક્સચેન્જે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો ઉમેરો કર્યો છે, અને BHEL, ડેલ્ટા કોર્પ અને GNFC ને તેની F&O પ્રતિબંધ સૂચિમાં 15 ડિસેમ્બર માટે જાળવી રાખ્યા છે. F&O સેગમેન્ટમાં આ રીતે પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વ્યાપી સ્થિતિના 95 ટકા મર્યાદાને વટાવી ગયા છે.