મુંબઈઃ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજે ભારતીય શેરમાર્કેટની શરૂઆત તેજી સાથે થઈ હતી અને બપોર બાદ સેન્સેક્સ ઐતિહાસિક સ્તરે પહોંચ્યો હતો. આજના કારોબારમાં શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. હાલ સેન્સેક્સ 531.17 પોઇન્ટના વધારા સાથે 46,139ય68 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 148.8 પોઇન્ટ વધીને 13,539.75 પર કારોબાર કરી રહી છે.

આજે પીસી જ્વેલર્સ 20 ટકા, હરિત ફૂડ 19.99 ટકા, ડિશ ટીવી 16.17 ટકા, શોપર્સ સ્ટોપ 14.79 ટકા, યસ બેંક 9.98 ટકા ઉછળ્યા હતા.  જ્યારે સૌથી વધુ ઘટનારા શેર કલ્પતરુ પાવર, અદાણી પાવર, કેનરાબેંક, લેમન ટ્રી છે. આ સિવાય બેંક, ફાર્મા, આઈટી, એફએમસીજી શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.



યસ બેંકને લાર્જ કેપની કેટેગરીમાં સામેલ કરવામાં આવી શકે છે તેવા  અહેવાલના કારણે તેના શેરમાં તેજી જોવા મળી રહી છે.