Stock Market Updates: શુક્રવારે સ્ટોક માર્કેટમાં ઉછાળા સાથે કારોબાર શરૂ થયો છે. બીએસઈએનો સેન્સેક્સ 33.26 પોઈન્ટની તેજી સાથે 44,665.91 પર અને એનએસઈનો નિફ્ટી 43.50 પોઈન્ટની તેજી સાથે 13177.40 પર ખુલ્યો હતો. ખુલવાની સાથે જ સેન્સેક્સ 171.69 વધીને 44804.34ની સપાટી પર પહોંચ્યો હતો. કારોબારના શરૂઆતમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ટીસીએસ, ટાઇટન, રિલાયન્સ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી પર આઈટી સ્ટોકને છોડીને અન્ય તમામ સેક્ટરમાં ઉછાળે કારોબાર થઈ રહ્યો છે.


આજે આરબીઆઈની ડિસેમ્બર દ્વિમાસીક પોલિસીની જાહેરાત થવાની છે. માટે આજે બજારની ચાલ એ વાત પર પણ આધાર રાખે છે કે રેકો રેટને લઈને આરબીઆઈએ શું નિર્ણય કર્યો છે. વૈશ્વિક બજારોમાં અમેરિકન બજારમાં ઉછાળા સાથે અને યૂરોપિયન બજાર ઘટાડા સાથે બંધ રહ્યા છે. જ્યારે એશિયન બજારોમાં NIKKEI 225, HANG SENG, JAKARTA COMPOSITE અને SHANGHAI COMPOSITEને છોડીને અન્ય બજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.

ગુરુવારે સેન્સેક્સ પ્રથમ વખત 44900ની સપાટીને પાર થયો હતો. જ્યારે નિફ્ટી 13150ને પાર થયો હતો. જોકે બાદમાં સેન્સેક્સ 15 પોઈન્ટની તેજી સાથે 44,632.65ની સપાટી પર અને નિફ્ટી 20 પોઈન્ટની તેજી સાથે 13134ની સપાટી પર બંધ રહ્યો હતો. ગુરુવારે મારુતિ, ઓએનજીસી, એશિયન પેઇન્ટ્સ, NTPC, SBI, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ અને એચસીએલ ઉછાળે બંધ રહ્યા હતા. જ્યારે એચડીએફસી બેંક, ટીસીએસ, બજાજ ઓટો, ઇન્ફોસિસ, એરટેલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઘટાડે બંધ રહ્યા હતા.