જાપાની મીડિયાએ શનિવારે જણાવ્યું છે કે, જાપાનની સુઝુકી મોટરે ભારતમાં ઈલેક્ટ્રીક વાહનો અને બેટરી ઉત્પાદન માટે લગભગ 150 બિલિયન યાન એટલે કે 126 કરોડ રુપિયાનું રોકાણ કરવાની યોજના તૈયાર કરી છે.


જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર સાથે મુલાકાત કરી છે. નિક્કેઈ બિઝનેસ ડેઈલીના એક રિપોર્ટ પ્રમાણે સુઝુકી પોતાના ઈનવેસ્ટમેન્ટ પ્લાનિંગ હેઠળ ભારતમાં આગામી પાંચ વર્ષોમાં 5 ટ્રિલીયન યાનનું રોકાણ કરવાનું આયોજન કરી રહી છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાની ભારત યાત્રા દરમ્યાન સુઝુકી મોટર્સની આ યોજનાની જાહેરાત થઈ શકે છે.


નિક્કેઈએ પોતાના રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે, સુઝુકી મોટર્સે 2025 સુધીમાં પોતાનું કામ શરુ કરવાના લક્ષ્ય સાથે ભારતમાં એક નવા ઈલેક્ટ્રીક વાહનના ઉત્પાદનનો એકમ શરુ કરવાનો નિર્ણય કર્યો છે. 


ઉલ્લેખનીય છે કે, જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા આજે એટલે કે શનિવારે દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ 14માં ભારત-જાપાન શિખર સંમલનમાં ભાગ લેશે. આ પહેલા જાપાનના પ્રધાનમંત્રીએ હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત દરમિયાન યુક્રેન સંકટ, ચીન અને રોકાણ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બન્ને નેતાઓ વચ્ચે આર્થિક સહયોગ વધારવા અને સાથે સાથે હિન્દ પ્રશાંત ક્ષેત્રને લઈને પણ ચર્ચા થઈ.


તો બીજી તરફ જાપાનના પ્રધાનમંત્રીએ જાપાનના દરિયામાં રુસી વાયુસેનાની સાથે સંયુક્ત હવાઈ અભ્યાસ અને મુલુ સાગરમાં ફિલિપિન્સના ક્ષેત્રાધિકારવાળા સમુદ્રમાં યુદ્ધ જહાજ મોકલવા અંગે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી. કિશિદા 20 માર્ચના રોજ કંબોડિયા જવા માટે રવાના થશે.


નોંધનિય છે કે, આ પહેલા પીએમ મોદી અને જાપાનના તત્કાલિન પ્રધાનમંત્રી શિંજો આબે વચ્ચે વર્ષ 2019માં મુલાકાત થવાની હતી પરંતુ આસામમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ  પ્રદર્શનનના કારણે આ બેઠકને સ્થગિત કરવામાં આવી હતી. કિશિદામી યાત્રા આ જ કાર્યક્રમનો ભાગ છે.