સુરત: આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર ગઈ કાલે હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા છે અને તેમને માથું લોહી લુહાણ થયું છે. આમ આદમી ટ્વિટર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.




આ મામલામાં  કાપોદ્રા પોલીસમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. કલમ 323,324, 143,147,148,294ખ,304,506 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.  કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લોકો પાસે મદદ માંગી છે અને તેમને સુરત આવવા આહ્વાન કર્યું છે. તેમણે ગુજરાત આપના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી એક વીડિયો મેસેજ મુક્યો છે.





આરોપી તરીકે ફરિયાદીએ નોંધાવેલ નામ 


1 દિનેશ દેસાઈ
2 ભરત ઘેલાની
3 કાંતિ સાનગઠિયા
4 ભાવેશ ઘેલાની
5 કિશન દેસાઈ
6 કલ્પેશ દેવાણી
7 મહેશ સાકરીયા
8 મહેન્દ્ર દેસાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ


આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.