ભારતનું ઈક્વિટી માર્કેટ (Stock Market) માર્કેટ કેપની દૃષ્ટિએ વિશ્વના ટોચના પાંચ ઈક્વિટી માર્કેટમાં યૂકેને પાછળ છોડી દેવાની તૈયારીમાં છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સ અનુસાર ભારતીય મૂડી બજાર આ વર્ષે 37 ટકા વધીને 3.46 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. જ્યારે યૂકે એટલે કે બ્રિટેનમાં આ વર્ષે કુલ મૂડી બજાર 9 ટકા વધીને 3.59 ટ્રિલિયન ડોલર રહી છે અને જો એમાં સેકન્ડરી લિસ્ટિંગ અને ડિપોઝીટરી રસીદોને સામેલ કરવામાં આવે તો આ આંકડો ઘણો મોટો થઈ જાય છે.
ભારતમાં ઉંચો વૃદ્ધિ દર અને વાઈબ્રન્ટ ટેક્નોલોજી સેક્ટરમાંમાં સ્ટાર્ટઅપ્સની ભરમારના જોરે ભારતીય ઈક્વિટી બજાર નવી ઉંચાઈએ જઈ શકે છે. ખાસ કરીને વિદેશી રોકાણકારોમાં ચીનના ઈક્વિટી માર્કેટમાંથી નીકળી રહ્યા છે ત્યારે ભારતીય ઈક્વિટી બજારની ગ્રોથની સંભાવના વધી જાય છે.
યુ.કે.ની વાત કરીએ તો, બ્રેક્ઝિટ સંબંધિત અનિશ્ચિતતાઓ બજાર પર સતત દબાણ લાવી રહી છે. લંડન અને કેપિટલ એસેટ મેનેજમેન્ટના ઇક્વિટીના વડા રોજર જોન્સ, "અપરિપક્વ અર્થતંત્રમાંથી લાંબા ગાળાની વૃદ્ધિની સારી સંભાવના સાથે ભારતને આકર્ષક ઘરેલુ શેરબજાર તરીકે જોવામાં આવે છે, અને સ્થિર અને સુધારાવાદી રાજકીય આધાર મદદરૂપ છે."
S&P BSE સેન્સેક્સ (Sensex)
ભારતીય શેરબજાર BSE લિમિટેડનો સેન્સેક્સ (Sensex) ગયા વર્ષે માર્ચથી 130 ટકા વધી ગોય છે. જે બ્લૂમબર્ગ દ્વારા ટ્રેક કરવામાં આવેલ મુખ્ય રાષ્ટ્રીય માપદંડોમાં સૌથી વધુ છે. તેણે રોકાણકારોને પાંચ વર્ષમાં ડોલરની દ્રષ્ટિએ લગભગ 15% નું વાર્ષિક વળતર આપ્યું છે, જે યુ.કે.ના બેન્ચમાર્ક FTSE 100 ઇન્ડેક્સ માટે 6% કરતા બમણું છે.
સુનિલ કૌલના નેતૃત્વ હેઠળના વિશ્લેષકોએ લખ્યું છે કે, ભારતના શેરબજારનું મૂડીકરણ 2024 સુધીમાં વધીને 5 ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે. આગામી 2-3 વર્ષમાં નવા આઈપીઓમાંથી બજાર મૂલ્યના આશરે 400 અબજ ડોલરનો ઉમેરો થશે.