રાજકોટઃ તેલના ભાવમાં ભડકો યથાવત રહ્યો છે. કપાસિયા તેલનો ભાવ તો ઓલ ટાઈમ હાઈ બોલાયો છે તો કપાસમાં ગુલાબી ઈયળ આવતા ઉત્પાદનમાં ઘટાડો થવાથી અને ઓછા માલને લઈને ઓછુ પિલાણ થતા કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1790 રૂપિયા પર પહોંચી ગયો છે. કપાસિયા તેલના ભાવમાં છેલ્લા પાંચ દિવસમાં 30થી 40 રૂપિયાનો વધારો થયો છે.

તો બીજી બાજુ સિંગતેલના ડબ્બાનો ભાવ 2330થી 2350 રૂપિયા પર પહોંચી ગયો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદને લઈ મગફળીના ઉત્પાદનમાં પણ ઘટાડો થતા ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો સિંગતેલ અને સીંગદાણાની ચીનમાં માંગ વધતા ભાવમાં ભડકો થયો છે.

જ્યારે પામોલિન તેલના ભાવમાં 50થી 60 રૂપિયાનો વધારો થયો છે. આયાતી તેલના ભાવોમાં તેજીથી પામોલિન તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.