મુંબઈઃ ચીનની ત્રણ મોટી બેંકોએ રિલાયન્સ ગ્રુપના માલિક અનિલ અંબાણી સામે લંડનની કોર્ટમાં આશરે 47,600 કરોડ રૂપિયા (680 મિલિયન ડોલર) નહીં ચુકવવાનો મામલો નોંધાવ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઇના લિમિટેડ, ચાઇના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇનાએ દાવો કર્યો છે કે અનિલ અંબાણીની પર્સનલ ગેરંટીની શરત પર તેમણે રિલાયન્સ કમ્યુનિકેશન્સને 2012માં આશરે 65,000 કરોડ રૂપિયાનું ઋણ આપ્યું હતું. તે સમયે અનિલ અંબાણીએ આ લોનની પર્સનલ ગેરંટી લેવાની વાત કરી હતી પરંતુ ફેબ્રુઆરી 2017 બાદ કંપની લોન ચુકવવામાં ડિફોલ્ટ થઈ હતી.


બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે  આ મામલે અનિલ અંબાણીનું કહેવુ છે કે, તેમણે પર્સનલ કંફર્ટ લેટર આપવાની વાત કરી હતી પરંતુ અંગત સંપત્તિની ગેરંટી આપવાનું કહ્યું નહોતું. અનિલ અંબાણીના વકીલ રોબર્ટ હૉવે કહ્યું, બેંકો સતત અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સમાં તફાવત નહીં કરવાની ભૂલ કરતા રહ્યા.

અનિલ અંબાણી અને તેમની કંપની સામે કોર્ટ કેસ થયો હોય તેવો પ્રથમ મામલો નથી. આ પહેલા એરિક્સન વિવાદમાં પણ અનિલ અંબાણી સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ મામલે કોર્ટે એરિકસનને 550 કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અનિલ અંબાણીનું દેવું ચુકવવા મોટાભાઈ મુકેશ અંબાણીએ મદદ કરી હતી.

અનિલ અંબાણી અને તેમનું રિલાયન્સ ગ્રુપ છેલ્લા થોડા સમયથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર સુધી રિલાયન્સ ગ્રુપ પર આશરે 93,000 કરોડ રૂપિયા (13.2 અબજ ડોલર)નું ઋણ છે.

 ખતમ થયો ભગવાન રામનો વનવાસ, અયોધ્યાને ફરી મળ્યો વૈભવઃ યોગી આદિત્યનાથ

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ, ફડવણીસ સોમવારે બહુમત સાબિત કરશે

સેક્સી ટીચરના રોલમાં નજરે પડશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત