લખનઉઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મામલે 40 દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ આજે ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટે તેના ફેંસલામાં કહ્યું કે, અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનશે, જ્યારે મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન અલગથી આપવામાં આવશે. આ જગ્યા પર તેઓ મસ્જિદ બનાવી શકશે. રામ મંદિરના નિર્માણ માટે કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે આ ફેંસલો સર્વાનુમતે સંભળાવ્યો હતો.


ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા પર આવેલા સુપ્રીમ કોર્ટના ફેંસલાને લઈ કહ્યું, દેશના સૌથી જૂના મામલામાં ફેંસલો આપવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. આ ફેંસલો આપણી સંપ્રભુતા અને સૌહાર્દની મિસાલ છે. આ ફેંસલાથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિશાળ સંદેશ જશે. હંમેશા અયોધ્યાની ઉપેક્ષા થતી જોઈ છે, ભગવાન રામનો વનવાસ હવે પૂરો થયો છે. અયોધ્યાને ફરીથી જૂનો વૈભવ હાંસલ થયો છે.


મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ, ફડવણીસ સોમવારે બહુમત સાબિત કરશે

સેક્સી ટીચરના રોલમાં નજરે પડશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત

દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો, કમોસમી વરસાદથી ધરતીપુત્રોની વધી ચિંતા