Tomato Rate Up: દેશમાં મોંઘવારી વધી રહી છે અને ખાદ્ય પદાર્થોના ભાવ ભડકે રહ્યા છે. થોડા દિવસ પહેલા દેશમાં લીંબુના ભાવને લઈને હોબાળો મચ્યો હતો અને હવે રોજના રસોડાના ટામેટા એકદમ મોંઘા થઈ ગયા છે. ઉપરાંત ઉનાળામાં આવતું ફ્રૂટ કેરી પણ અત્યંત મોંઘી થઇ રહી છે. દેશના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને ગરમીનું જોર વધી રહ્યું છે, જેના કારણે ટામેટા અને કેરી બંને મોંઘા થઈ ગયા છે.
ટામેટાના ભાવમાં ઉછાળો
દેશના ઘણા રાજ્યોમાં ઉનાળાની શરૂઆતમાં અસામાન્ય ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો, જેના કારણે ટામેટા અને કેરીના પાકને માઠી અસર પહોંચી છે અને તેના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગયા છે. દેશના ઘણા રાજ્યોમાં રોજીંદા ભોજન માટે ઉપયોગમાં લેવાતા ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગયા છે. ભુવનેશ્વરમાં તેનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. છેલ્લા પખવાડીયા એટલે કે 15 દિવસમાં ટામેટાંના ભાવ પર નજર કરવામાં આવે તો તે વધીને 100 રૂપિયે કિલો થઈ ગઈ છે.
જુલાઈ સુધીમાં ટામેટા થશે સસ્તા!
જુલાઈમાં ટામેટાનો નવો પાક આવશે ત્યારે ટામેટાના ભાવ સસ્તા થવાની સંભાવના છે. આ વર્ષે ગરમીનો પ્રકોપ ખૂબ જ જોવા મળ્યો છે, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ટામેટાના ફૂલો બળી ગયા હતા અને ટામેટાના પાકનું ઉત્પાદન ઘટ્યું હતું. ઉદાહરણ તરીકે, જો કોઈ એકરમાં 10 ટન જેટલા ટામેટાં હોય, તો તે હવે ઘટીને માત્ર 3 ટન થઈ ગયા છે. ટામેટાંની સપ્લાયમાં ભારે ઘટાડો ભાવમાં વધારા પાછળનું મુખ્ય કારણ છે.
આ પણ વાંચો..........
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ
ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે