નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. એવામાં લોકોની મદદ માટે અલગ અલગ કંપનીઓ અને સંસ્થાઓ આગળ આવી છે. દુનિયાભરમાં મોબાઈલ એપ બેઝ્ડ કેબ સેવા પૂરી પાડનાર કંપની UBER પણ મદદ માટે આગળ આવી છે. UBER દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કેમ, દેશના અલગ અલગ શહેરોમાં કોરોના પીડિત દર્દીઓ માટે કામ કરી રહેલા મેડિકલ સ્ટાફને વિના મુલ્યે કેબ સેવા પૂરી પાડશે. જેના માટે UBER અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય એસોસિએશન (NHA) સાથે આવ્યા છે.

UBER તરફથી 150 જેટલી કાર સેવા માટે ઉપલબ્ધ કરાઈ છે. Uberની કાર નવી દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, કાનપુર, લખનઉ, પ્રયાગરાજ અને પટનામાં પોતાની સેવા આવશે. UberMedic કાર દરેક રાઈડ બાદ સેનેટાઈઝ કરાશે, ડ્રાઈવર ગાઉન અને માસ્ક પહેરશે.

આ કાર દ્વારા કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફને લઈ જવા માટે સુવિધા પૂરી પડાશે. ઉબરે આ સુવિધાને UberMedic નામ આપ્યું છે.

NHA તરફથી કહેવામાં આવ્યું છે કે, સવારી કરનાર અને ડ્રાઈવરોની સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવશે. સેફ્ટી માટે ડ્રાઈવરની સીટ અને પાછળની સીટો વચ્ચે પ્લાસ્ટિક શીટનો કવર લગાવાશે.