AGR Dues Case: ટેલિકોમ કંપનીઓ વોડાફોન આઈડિયા અને ઈન્ડસ ટાવર્સને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કંપનીઓના AGR લેણાં પર કોર્ટના જૂના આદેશની સમીક્ષાની માંગ કરતી ક્યૂરેટિવ પિટિશનને ફગાવી દીધી છે. વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે આ અરજી દાખલ કરી હતી જેમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગની AGR લેણાંની ગણતરીની પદ્ધતિ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
વોડાફોન આઈડિયા 20 ટકા ઘટ્યો
સુપ્રીમ કોર્ટ દ્વારા ટેલિકોમ કંપનીઓની ક્યુરેટિવ પિટિશનને ફગાવી દેવાના કારણે વોડાફોન આઈડિયા અને ઈન્ડસ ટાવરના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. વોડાફોન આઈડિયાનો સ્ટોક ( Vodafone Idea Share) 20 ટકા ઘટ્યો. વોડાફોન આઈડિયાનો શેર અગાઉના રૂ. 12.90ના બંધ ભાવથી લગભગ 20 ટકા ઘટીને રૂ. 10.36 થયો હતો. હાલમાં શેર 15.58 ટકાના ઘટાડા સાથે રૂ. 10.89 પર ટ્રેડ કરી રહ્યો છે. વોડાફોન આઈડિયાનો શેર તેની એફપીઓ કિંમત(FPO Price) રૂ. 11થી નીચે આવી ગયો છે.
ઈન્ડસ ટાવરના શેરમાં 15 ટકાનો ઘટાડો થયો
ઇન્ડસ ટાવર શેર (Indus Tower Share)અગાઉના બંધ કરતાં લગભગ 15 ટકાના ઘટાડા સાથે રૂ. 366.35 પર નીચે આવી ગયો હતો. હાલમાં ઇન્ડસ ટાવર 9.67 ટકાના ઘટાડા સાથે રૂ. 386.85 પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે, ભારતી એરટેલનો શેર 2.50 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
કંપનીઓએ જુલાઈ 2024માં અરજી દાખલ કરી હતી
નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયા પાસે નાણાકીય વર્ષ 2023-24ના અંત સુધીમાં રૂ. 70,320 કરોડનો બાકી AGR હતો. જુલાઈ મહિનામાં, કંપનીએ કોર્ટના 2019ના નિર્ણય સામે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી અને સુપ્રીમ કોર્ટને આ કેસની વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરી હતી.
અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે અને અપેક્ષા મુજબ સ્થાનિક શેરબજારો તેજી સાથે ઓપન થયા હતા. આજે યુએસ ફેડના નિર્ણયની તાત્કાલિક અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે અને સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે.
બજારની મજબૂત શરૂઆત
આજે BSE સેન્સેક્સ 410.95 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 83,359.17 ના સ્તર પર શરૂઆત કરી હતી. NSE નો નિફ્ટી 109.50 પોઈન્ટ અથવા 0.43 ટકાના વધારા સાથે 25,487.05 પર છે.
નિફ્ટી બેન્કમાં જબરદસ્ત વધારો
બેન્ક નિફ્ટીમાં 53357 લાઇફટાઇમ હાઇ છે. આજે શક્ય છે કે તે તેની ઓલટાઇમ હાઇને પણ પાર કરી શકે છે. બેન્ક નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં જ 53,353.30ની ઊંચી સપાટી બનાવી છે. બેન્ક નિફ્ટીના તમામ શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. HDFC બેન્ક 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે
રોકાણકારો પર 3.3 લાખ કરોડ રૂપિયાનો વરસાદ થયો
BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3.09 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 3.09 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 18 સપ્ટેમ્બર 2024ના રોજ, BSE પર લિસ્ટેડ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ 4,67,72,947.32 કરોડ રૂપિયા હતી. આજે એટલે કે 19 સપ્ટેમ્બર 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 4,70,82,827.84 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. મતલબ કે રોકાણકારોની મૂડીમાં 3,09,880.52 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આ પણ વાંચો...