તમે એક દીકરીના પિતા છો અને તેના ભવિષ્ય વિશે ચિંતિત છો,  તો તમારે નાની ઉંમરથી જ તેના માટે નાણાકીય આયોજન શરૂ કરી દેવું જોઈએ. જેટલી જલ્દી તમે તેના માટે પ્લાનિંગ કરશો, તેટલું જલ્દી તમે તેના માટે મોટું ફંડ જમા કરશો.  દીકરીઓના ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ભારત સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ચલાવે છે. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી દીકરી માટે ખૂબ જ મોટુ ફંડ ભેગુ કરી શકો છો. 


આ સ્કીમમાં તમે વાર્ષિક રૂપિયા 250 થી 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી છે, તો તમે તમારી દીકરીના નામે સુકન્યા ખાતું ખોલાવી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 15 વર્ષ માટે રોકાણ કરવું પડે છે અને તે 21 વર્ષમાં પરિપક્વ થાય છે. 


જો તમે તમારી દીકરીના જન્મની સાથે જ તેના નામે આ સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 21 વર્ષની ઉંમરે તમે તમારી દીકરીને 70 લાખ રૂપિયાની માલિક બનાવી શકો છો. જાણો કેવી રીતે-


જો તમે તમારી દીકરીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરો છો, તો તમારે રોકાણ માટે દર મહિને 12,500 રૂપિયા બચાવવા પડશે. 15 વર્ષમાં તમે કુલ 22,50,000 રૂપિયાનું રોકાણ કરશો. હાલમાં આ યોજના પર 8.2 ટકા વ્યાજ છે, 21 વર્ષમાં પાકતી મુદતના સમયે, કુલ 46,77,578 રૂપિયા વ્યાજ તરીકે મળશે. 


આવી સ્થિતિમાં, પરિપક્વતા પર દિકરીને કુલ 22,50,000 રૂપિયા + 46,77,578 = રૂપિયા 69,27,578 (લગભગ 70 લાખ રૂપિયા) મળશે. જો તમે તમારી દીકરીના જન્મની સાથે જ તેના નામે આ એકાઉન્ટમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 21 વર્ષની ઉંમરે તે લગભગ 70 લાખ રૂપિયાની માલિક બની જશે.


જો તમે તમારી દીકરીના નામે વર્ષ 2024માં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો આ યોજના 2045માં પરિપક્વ થઈ જશે, એટલે કે તમને આ યોજનાના પૂરા પૈસા 2024 સુધીમાં મળી જશે. 


સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મોટો ફાયદો એ છે કે રોકાણકારો આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ ટેક્સ બચાવી શકે છે. -SSY ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકમાં ખોલાવી શકાય છે.   


EPFO Claim: માત્ર 3 દિવસમાં PFમાંથી ₹1 લાખ ઉપાડી શકાશે, શું તમે આ નિયમ જાણો છો?