શું તમે તાજેતરમાં તમારી નોકરી બદલી છે? આવી સ્થિતિમાં, તમે તમારા જૂના પીએફ ખાતામાં જમા થયેલી રકમને નવા પીએફ ખાતામાં ટ્રાન્સફર કરવા માંગો છો. હવે ફોર્મ ભરવા અને સબમિટ કરવાના બદલે હવે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગઈ છે. તમે ઘરે બેઠા જ મિનિટોમાં પીએફ ખાતામાં એક્ઝિટની તારીખ જાતે ભરી શકો છો. આ સાથે તમે PF ઓનલાઇન ટ્રાન્સફર (PF Transfer Online) કરી શકો છો અને ક્લેમ દ્વારા પણ પૈસા ઉપાડી શકો છો.
UAN નંબર જાણવો જરૂરી છે
પીએફ સંબંધિત કોઈપણ પ્રકારની ઓનલાઈન સુવિધા મેળવવા માટે તમારે તમારો UAN (Universal Account No) જાણવો જોઈએ. આ સાથે સક્રિય UAN નંબર હોવો પણ જરૂરી છે. પરંતુ જો તમે UAN નથી જાણતા, તો તમે નીચે આપેલ પ્રક્રિયાને ફોલો કરી તમારો યુએએન નંબર જાણી શકો છો.
UAN નંબર મેળવવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
- તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટરના બ્રાઉઝર પર https://www.epfindia.gov.in/ લખો.
- હવે HOMEની બાજુમાં Services પર ક્લિક કરો.
- અહીં તમને 'For Employees' નો વિકલ્પ મળશે.
- 'For Employees' ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
- અહીં ડાબી બાજુએ સર્વિસ સેક્શનમા Member UAN/ Online Service (OCS/ OTCP) પર ક્લિક કરો.
- આ સાથે તમારી સામે એક પેજ ખુલશે.
- આ પેજ પર રાઇટ સાઇડના નીચેના હિસ્સામાં Important Linksનું સેક્શન મળશે.
- અહીં બીજા નંબર પર તમને 'Know your UAN' નો વિકલ્પ દેખાશે.
- તમારી સામે એક નવું પેજ ખુલશે.
- આ પેજ પર 10 અંકનો મોબાઈલ નંબર દાખલ કરો.
- કેપ્ચા કોડ દાખલ કરો અને 'Request OTP' પર ક્લિક કરો.
- આ પછી OTP દાખલ કરવા માટે તમારી સામે એક ખાલી જગ્યા દેખાશે.
- ખાલી જગ્યામાં OTP દાખલ કર્યા પછી, કેપ્ચા કોડ દાખલ કરો અને પછી સબમિટ કરો.
- હવે તમારી સામે એક નવું પેજ આવશે.
16 અહીં તમારું નામ દાખલ કરો. તે પછી જન્મ તારીખ પસંદ કરો. આ પછી, આધાર (આધાર નંબર) / PAN અને સભ્ય IDમાંથી કોઇ પણ એક નંબર દાખલ કરો.
- કેપ્ચા કોડ દાખલ કર્યા પછી Show My UAN પર ક્લિક કરો.
- હવે તમારી સામે UAN નંબર આવશે.
આ પ્રક્રિયાને અનુસરતા પહેલા તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારો મોબાઇલ નંબર તમારા EPF એકાઉન્ટ સાથે લિંક થયેલ છે.