મુંબઈઃ ભારતમાં મોબાઈલ કોમ્યુનિકેશન ક્ષેત્રે 5 G ટેકનોલોજીના આગમનના ભણકારા વાગવા માંડ્યા છે તેના કારણે ઉત્તેજનાનો માહોલ છે. ખાસ કરીને યુવા વર્ગ 5 G ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ઉતાવળો થઈ ગયો છે. 5 G ટેકનોલોજીના જબરદસ્ત ફાયદા છે. આ ફાયદાઓની વાત બહુ જોરશોરથી થઈ રહી છે પણ 5 જી ટેકનોલોજીના થોડાક ગેરફાયદા પણ છે. આ ગેરફાયદાઓની વાત કોઈ નથી કરતું પણ આ ગેરફાયદા વિશે જાણવું જરૂરી છે.

5 જી મોબાઈલ નેટવર્કની સૌથી મોટી ખાસિયત અકલ્પનિય ઝડપે ડેટા ડાઉનલોડ કરવાની અને ટ્રાન્સફર કરવાની ક્ષમતા છે. 5 G ટેકનોલોજીમાં ડાઉનલોડ સ્પીડ 10 ગીગા બાઈટ સુધી હશે. આ બાબત આશિર્વાદની સાથે અભિશાપ વપણ બની શકે. 5 G ટેકનોલોજીના કારણે વધુ ઝડપથી ડેટા ડાઉનલોડ કરી શકાશે તેથી કોઈ પણ 5 G ટેકનોલોજી ધરાવતી ડિવાઈસ કે સ્માર્ટફોનમાં પહેલાં કરતા વધુ ડેટા આવશે. આ સંજોગોમાં 5 G ટેકનોલોજી ધરાવતી ડિવાઈસ કે સ્માર્ટફોન ઓવરલોડ થઈ જાય તેવી શકયતા વધુ છે. 5 G ટેકનોલોજી ધરાવતી ડિવાઈસ કે સ્માર્ટફોન વારંવાર હેંગ થવા માંડે એવું મોટા પ્રમાણમાં બનશે. કોઈ પણ ડિવાઈસ કે સ્માર્ટફોનની ડેટા લેવાની એક મર્યાદા હોય છે. 5 G ટેકનોલોજીના કારણે આ મર્યાદા ચૂકી જવાય તેથી 5 G ટેકનોલોજી ધરાવતી ડિવાઈસ કે સ્માર્ટફોન ક્રેશ પણ થઈ શકે. આ શક્યતા પ્રબળ છે તેથી 5 G ટેકનોલોજી ધરાવતી ડિવાઈસ કે સ્માર્ટફોન વાપરત વખતે અંધાધૂંધ ડેટા ના આવી જાય તેનું ધ્યાન રાખવું પડશે.



5 G ટેકનોલોજી ધરાવતી ડિવાઈસ કે સ્માર્ટફોનના કારણે તમારી પ્રાઈવસીને પણ જોખમ વધશે. 5 G ટેકનોલોજી ધરાવતી ડિવાઈસ કે સ્માર્ટફોન સંચાલિત સ્માર્ટ ઘરની સિસ્ટમ 5 જી ટેકનોલોજીથી ચાલતી હોય એ સંજોગોમાં તમારા અંગત જીવનની પળોનો ટેકનોલોજી તેમજ હેકિંગના માધ્યમથી દુરૂપયોગ થવાની શકયતા છે. 5 G ટેકનોલોજી ધરાવતી ડિવાઈસ કે સ્માર્ટફોન 5 G નેટવર્કને બાયપાસ કરીને ઈન્ટરનેટ દ્વારા તમારા ઘરની સિસ્ટમને કનેકટ કરવાનું શરૂ કરી શકે છે. તેના કારણે હેકરોને સરળતા રહે અને લોકોની પ્રાઈવસીમાં ચંચૂપાત કરવાની તક મળે.

ઉદાહરણ તરીકે તમારા બેડરૂમમાં 5 G ટેકનોલોજીથી ચાલતું ટીવી હોય ને તમે ટીવી ચાલુ રાખ્યા વિના પણ  તમારા બેડરૂમમાં તમારા જીવનસાથી સાથે અંગત પળો માણતા હો તેનો વીડિયો ટીવીમા રહેલા કેમેરા વડ ઉતારી શકાશે. તમને તેની ખબર પણ ના પડે એવું બને. તમારી 5 G ટેકનોલોજી ધરાવતી ડિવાઈસ કે સ્માર્ટફોનને હેક કરવું પણ સરળ થઈ જશે ને તેનો ગેરલાભ ઈન્ટરનેટ બેકિંગથી માંડીને ઈન્ટિમસી સુધીની દરેક બાબતમાં લઈ શકાય.



એ જ રીતે આપના ફોન દ્વારા ઘરના તમામ ઉપકરણૉ તમારા ઘરની સીકયોરીટી સુધીના કાર્યો કરવા માટે 5 G ટેકનોલોજી ધરાવતી ડિવાઈસ કે સ્માર્ટફોન સક્ષમ હશે. આ બધું ઈન્ટરનેટથી ચાલતું હોય એ સંજોગોમાં તેને હેક કરીને કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાં ઘૂસી શકે.

કોઈ પણ ટેકનોલોજીમાં થોડાક ગેરફાયદા અને જોખમ હોય જ છે એ જોતા તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને બચી શકાય.