નવી દિલ્હીઃ એક સમયે દેશની ટોચની એરલાઈન્સ કંપનીઓમાં સામેલ રહેલ જેટ એરવેઝ હાલમાં દેવાના ડુંગર તળે દબાઈ ગઈ છે. ત્યાં સુધી કે કંપનીનીપોતાની અડધી હિસ્સેદારી માત્ર 1 રૂપિયામાં વેચાઈ રહી છે. કંપનીને લોન આપરના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નેતૃત્વવાળી સરકારી બેંકોના ગ્રુપને કંપનીના 50.1 ટકા શેર માત્ર 1 રૂપિયામાં લેવાની વાત કહી છે. આ ડીલ કંપનીને આપવામાં આવેલ લોનના રિસ્ટ્રક્ચરિંગ માટે છે.




લગભગ 1 દશકથી દેશની ટોપ ત્રણ એરલાઈન્સમાં રહેલી જેટ એરવેજને ક્યારેક ટ્રાવેલ એજન્ટ રહેલા નરેશ ગોયલે સ્થાપિત કરી હતી. આ કંપનીએ જ 1990ના દશકમાં એવિએશન સેક્ટરમાં સરકારી કંપનીઓના એકાધિકારને સમાપ્ત કર્યો હતો. હાલમાં આ કંપનીમાં 24 ટકા ભાગીદારી અબુ ધાબીના એતિહાદ એરવેજની છે.



જેટ એરવેજનો દબદબો ઈન્ડીગો, સ્પાઈસ જેટ, ગો એર જેવી એરલાઈન્સના આવવાથી ઓછો થયો. જેટે જ્યારે મુકાબલો કરવા માટે ભાડા ઓછા કરવાનું શરૂ કર્યું તો, તેને નુકશાન થવા લાગ્યું. પરંતુ, જેટ ફ્યૂલ મોંઘુ થવાનું શરૂ થયું તો, ભાડા વધવા લાગ્યા અને લોકોએ મોંઘાની જગ્યાએ બજેટ એરલાઈન્સને પસંદ કરી. એરલાયન્સે લોન પર ડિફોલ્ટ કરવાનું શરૂ કર્યું અને કર્મચારીઓને સેલરી આપવા માટે રકમ ઓછી પડવા લાગી અને કેટલીએ ઉડાનો રદ્દ કરવા મજબૂર થવું પડ્યું. આજ કારણે કંપની સળંગ દેવાના ચક્રમાં ફસાતી ગઈ. સ્ટેટ બેન્કની આગેવાનીવાળી કંસોર્શિયમે રિઝર્વ બેન્કના ફ્રેમવર્કના હિસાબથી 11.40 કરોડ નવા શેર જાહેર કરી 50.1 ટકા ભાગીદારી 1 રૂપિયામાં ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો છે.