નવી દિલ્હીઃ લોકડાઉન ખુલ્યા બાદ સોનાની કિંમત છેલ્લા બે મહિનામાં ઘટી છે ત્યારે સોનામાં લાંબા ગાળાનું રોકાણ ફાયદારક સાબિત થઈ શકે છે. આ માટે તમે ગોલ્ડ ઈટીએફ, ગોલ્ડ બોન્ડ્સ અથવા જ્વેલરી કે બેંકમાંથી ફિઝિકલ સોનું ખરીદી શકો છે.


નોંધનીય છે કે, ફિઝિકલ સોનું ખરીદી રોકાણ કરવું હોય તો સોનાના સિક્કા રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તેના પર કોઈ મેકિંગ ચાર્જ કે વેસ્ટ ચાર્જ લાગતો નથી. સોનાના સિક્કા કોઈપણ જ્વેલરી સ્ટોર કે બેંકમાંથી ખરીદી શકો છો. બેંકમાં તમને 99.9% શુદ્ધ 24 કેરેટ સોનાના સિક્કા મળશે.

આ માટે બેંકમાં તમારું કેવાઈસી હોવું ફરજિયાત છે. જો કેવાઈસી હશે તો તમે બેંકની શાખામાંથી સોનાના સિક્કા ખરીદી શકો છો. હાલમાં સમયમાં ઓનલાઈન પણ બેંકની વેબસાઈટ પર જીને પણ સોનાના સિક્કા ખરીદી શકાય છે. જોકે સોનાના સિક્કા બેંકના બદલે જ્વેલરી સ્ટોરમાંથી ખરીદવા વધારે હિતાવહ હોઈ શકે છે.

બેંકમાંથી સોનાના સિક્કા ટાળવાનું કારણ એ છે કે તે બજાર ભાવ કરતાં 7-10 ટકા મોંઘા હોય છે. આવું એટલા માટે કારણ કે તેની ગુણવત્તા ખૂબ જ ઉચી હોય છે. આ સિક્કા સ્વિત્ઝરલેન્ડ અથવા અન્ય કોઈ પશ્ચિમી દેશથી આયાત કરવામાં આવે છે. તેથી રોકાણની દ્રષ્ટિએ બેંકમાંથી સોનાના સિક્કા ખરીદવું ફાયદાકારક નથી. બીજું જ્યારે સોનાના સિક્કા વેચવા હોય તો તેને બેંકમાં વેચી શકાતા નથી કારણ કે બેંક માત્ર વેચવાનું કામ કરે છે ફરીથી ખરીદવાનું કામ નથી કરતી.