Windfall Tax Cut: કેન્દ્ર સરકારે ઘરેલુ વિન્ડફોલ ટેક્સ ઘટાડવા માટે મોટો નિર્ણય લીધો છે. આ સાથે સરકારે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF), ડીઝલ એક્સપોર્ટ અને ક્રૂડ ઓઇલ પરની વધારાની ડ્યૂટી ઘટાડવાનો પણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ગુરુવારથી, ONGC જેવી સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ હવે ઘટાડીને 4350 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. અગાઉ તે 5050 રૂપિયા પ્રતિ ટન હતો. બીજી તરફ પેટ્રોલ એક્સપોર્ટ ડ્યૂટીની વાત કરીએ તો સરકારે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ તમામ ફેરફારો આજથી એટલે કે 16 ફેબ્રુઆરી, 2023થી અમલમાં આવ્યા છે.


ડીઝલ અને એટીએફ નિકાસ પરની ડ્યુટીમાં ઘટાડો


કેન્દ્ર સરકારે ડીઝલની નિકાસ પરનો વધારાનો ટેક્સ 7.50 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 2.50 રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. તેમાં 1.5 રૂપિયા પ્રતિ લીટર રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ પણ સામેલ છે. બીજી તરફ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના નિકાસ કરની વાત કરીએ તો તેમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. તે 6 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને હવે 1.5 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. પેટ્રોલની નિકાસ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ફેરફાર બાદ હવે ઘરેલુ ક્રૂડ ઓઈલ ઉત્પાદન પરનો ટેક્સ લગભગ 65 ટકા ઘટાડ્યો છે. નોંધનીય છે કે સરકાર દર બે અઠવાડિયે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફાર કરે છે.


વિન્ડફોલ ટેક્સ શું છે અને તેનો અમલ ક્યારે થયો?


નોંધપાત્ર રીતે, કેન્દ્ર સરકારે 1 જુલાઈ, 2022 થી પેટ્રોલિયમ ઉત્પાદનો પર વિન્ડફોલ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો. ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે આ ટેક્સ પેટ્રોલની સાથે ડીઝલ, એટીએફ પર પણ લગાવવામાં આવશે. વિન્ડફોલ ટેક્સ લાગુ થયા બાદથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ઓઈલ કંપનીઓને તેમના નુકસાનની ભરપાઈ કરવાનો મોકો મળ્યો છે. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $85ની આસપાસ છે ત્યારે સરકારે વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે.


આ પણ વાંચોઃ


Pakistan Petrol Price: એક દિવસ વેચાઈ જશે પાકિસ્તાન! પેટ્રોલ 272, ડીઝલ 280 રૂપિયા - ચિકન 720 પર પહોંચ્યું