નવી દિલ્હીઃ કોરોનાવાયરસના ચેપના કારણે ફેલાયેલા રોગચાળા સામે લડવા માટે વડાપ્રધાન નનરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓને સહાય આપવાની અપીલ કરી છે. આ અપીલને માન આપીને તાતા ગ્રુપે કુલ 1500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.


બીજી તરફ મોદીની અપીલ પહેલાં જ સોશિયલ મીડિયા પર એવી વાતો ફતી થઈ ગયેલી કે, વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ કોરોનાવાયરસ સામે લડવા માટે 50 હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. વિપ્રો ભારતમાં ઈન્ફર્મેશ ટેકનોલોજી ક્ષેત્રે મોટી કંપનીઓમાં એક છે.



સોશિયલ મીડિયા પર આ વાતો ફરતી થઈ પછી લાખો લોકોએ તેને લાઈક કરી હતી. જો કે હવે અઝીમ પ્રેમજીએ જ સ્પષ્ટતા કરી છે કે, આ વાત સાવ ખોટી છે અને આ ફેક ન્યુઝ છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, અઝીમ પ્રેમજીએ 2019ના માર્ચમાં પોતાના રૂપિયા 52,750 કરોડની કિંમતના શેર અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને આપી દીધા હતા. અઝીમ પ્રેમજીએ પોતાની પાસેના કુલ શેરમાંથી 34 ટકા શેર પોતાના ટ્રસ્ટને આપી દીધા હતા. એ વખતે અઝીમ પ્રેમજીએ દાન કરેલા શેરની કિંમત રૂપિયા 1.45 લાક કરોડ હતી જે હવે શેરબજારમાં કડાકાના કારણ ઘટી ગઈ છે. હાલમાં અઝીમ પ્રેમજીએ કોઈ દાન કર્યું નથી.