મુંબઈઃ થોડા દિવસો પહેલા ડૂબવાની અણી પર આવી ગયેલી Yes Bankના શેરમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ કારોબારી દિવસમાં યસ બેંકના શેરમાં 100 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. કોરોના વાયરસના સંકટના કારણે ભારતીય શેરબજાર કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે તેવા જ સમયે યસ બેંકના શેરમાં તેજી આવી છે. આજે પણ યસ બેંકના શેરમાં આજે 58.09%નો ઉછાળો આવ્યો હતો અને ગઈકાલના બંધભાવ 37.10ની સરખામણીએ આજે 58.65 રૂપિયા પર બંધ રહ્યો હતો.
યસ બેંકના શેરમાં આશરે 60 ટકાનો વધારો છેલ્લા બે દિવસમાં જોવા મળ્યો છે અને તે 58 રૂપિયાને પાર કરી ગયો છે. બેંકના ઈતિહાસમાં આવી તેજી ક્યારેય જોવા મળી નથી. બેંકના શેરમાં તેજી આવવા પાછળનું કારણ રેટિંગ એજન્સી મૂડીઝ છે. મૂડીઝે યસ બેંકના આઉટલુકને પોઝિટિવ કરીને તેની છબી સુધારી છે. આરબીઆઈની પુનર્ગઠન યોજના અંતર્ગત શેરના દેખાવમાં થઈ રહેલા સુધારાને લઈ એજન્સીએ આ પગલું ભર્યુ છે.
યસ બેંક પર આરબીઆઈ દ્વારા મુકવામાં આવેલા નિયંત્રણો 18 માર્ચે સાંજે 6 વાગ્યાથી હટાવી લેવામાં આવશે. જે બાદ યસ બેંકના ખાતાધારકો પહેલાની જેમ રૂપિયા ઉપાડી શકશે. નાણાકીય ગડબડના કારણે યસ બેંક પર આરબીઆઈએ નિયંત્રણ મૂકી દીધા હતા. જે અંતર્ગત ગ્રાહકો માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકતા હતા. જોકે બુધવારથી ખાતાધારકોને તેમાંથી રાહત મળશે.
Coronavirus Alert: રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા લેવામાં આવ્યો મોટો નિર્ણય, પ્લેટફોર્મની ટિકિટના દરમાં ઝીંકાયો તોતિંગ વધારો
Yes Bank ના શેરમાં લાલચોળ તેજી, ત્રણ દિવસમાં ભાવમાં આવ્યો 100% ઉછાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Mar 2020 04:26 PM (IST)
આજે પણ યસ બેંકના શેરમાં આજે 58.09%નો ઉછાળો આવ્યો હતો અને ગઈકાલના બંધભાવ 37.10ની સરખામણીએ આજે 58.65 રૂપિયા પર બંધ રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -