Morabi Hanging Bridge Collapse:મોરબી ઝુલતો પુલ તૂટવામાં પોતાના પરિજનો ગુમાવનાર મૃતકોના પરિવારોએ  ફરિયાદ કરી છે.
ટ્રાયલ કોડ સમક્ષ લાંબા સમયથી સરકારી વકીલ હાજર નહીં રહેતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. છેલ્લી આઠ મુદતથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હાજર ના રહેતા હોવાના કારણે અરજી પર નિર્ણય નહીં આવતો હોવાથી મૃતકોના પરિજનોમાં રોષની લાગણી છે આ  કેસમાં હત્યાની કલમ ઉમેરવા માટે  પણ મૃતકોના પરિવારજનોએ  કોર્ટમાં  અરજી કરી છે. ઉપરાંત મૃતકોના રિજન પોતાની ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય સહિત સ્થાનિક જિલ્લા અદાલતમાં મોકલી આપવા માટે પણ રજૂઆત કરી શકે છે.                                                     


આરોપી જયસુખ પટેલની નિયમિત જામીન અરજી પર હાઇકોર્ટમાં આજે  સુનાવણી થઇ હતી. જેમાં આરોપી જયસુખ પટેલે યોગ્ય શરતો પર નિયમિત જામીન આપવા માંગણી કરી છે. આ કેસમાં હાઇકોર્ટે સરકાર અને તપાસ સંસ્થાને નોટિસ ઇસ્યુ કરી છે. આ કેસની આગામી સુનાવણી 17 ઓગસ્ટના રોજ થશે. 


2022માં મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાને કારણે 134 લોકોનાં મોત  થયા હતા.   આ પ્રકારના પુલ તૂટી પડવા પાછળ સંખ્યાબંધ પરિબળો કામ કરે છે.મોરબીના આ ઝૂલતા પુલનું નિર્માણ જ્યારે વર્ષ 1879માં પૂર્ણ થયું ત્યારે એ સમયે તે ઇજનેરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. જોકે 145 વર્ષ બાદ હવે આ પુલ 134 લોકોનાં મોતનું કારણ બન્યો છે.આ ઝૂલતા પુલને ઇજનેરીની ભાષામાં કેબલ સ્ટૅય્ડ બ્રિજ અથવા સસ્પેન્શન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે.              


                        


આ પણ વાંચો


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો


‘ટામેટા જ એકમાત્ર ખાવાની ચીજ નથી, સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે’, ગુજરાત સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન?


આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં, જાણો પ્રધાનમંત્રી નો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ


World Cup 2023 IND vs PAK: વન-ડે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની તારીખમાં થઇ શકે છે ફેરફાર, જાણો કારણ ?