Chandrayaan-3 Live Updates: ચંદ્રયાન-3ના લેંડરથી બહાર આવ્યું પ્રજ્ઞાન રોવર, સફળ લેન્ડિંગ સાથે વિશ્વમાં ભારતની ધાક

ભારતનું ચંદ્રયાન-3 આજે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતરવાનું છે. ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી છે. દરેક મોટા, મહત્વપૂર્ણ અપડેટ માટે અહીં ક્લિક કરો.

gujarati.abplive.com Last Updated: 23 Aug 2023 10:54 PM
Chandrayaan-3 Landing Live: ડી કે શિવકુમારે આપ્યા અભિનંદન

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ઈસરોની મુલાકાત લીધી હતી અને ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ડીકે શિવકુમારને ચંદ્રયાન પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી અને વૈજ્ઞાનિકોમાં અર્થપૂર્ણ આનંદ જોવા મળ્યો હતો. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, "ચંદ્ર પર વિક્રમ લેન્ડરનું સફળતાપૂર્વક ઉતરાણ કરવાની તમારી સિદ્ધિ પ્રશંસનીય છે. તમે ભારતનું ગૌરવ છો. આ પ્રોજેક્ટ માટે સખત મહેનત કરનાર ISROના તમામ વૈજ્ઞાનિકો અને કર્મચારીઓના પ્રયાસો અવિસ્મરણીય છે. ISROને અભિનંદન."  

Chandrayaan-3 Landing Live: લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં પણ ઉજવણી

લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં પણ આજના ઐતિહાસિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હોલ વંદે માતરમના નાદની ગુંજી ઉઠ્યો હતો.





Chandrayaan-3 Landing Live: PM મોદીએ ઇસરોના પ્રમુખને ફોન કરી આપી શુભકામના

ચંદ્રયાન-3ની સફળતાના તરત બાદ પીએમ મોદીએ ઇસરોના પ્રમુખ એસ. સોમનાથને ફોન કરીને શુભેચ્છા પાઠવી છે.





Chandrayaan-3 Landing Live: બાયોકોનના કિરણ મઝુમદાર શોએ કર્યુ ટ્વિવટ

ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ થવા પર બાયોકોનના કિરણ મઝુમદાર શોએ ટ્વિટ કર્યું છે.





Chandrayaan-3 Landing Live:PM મોદી દક્ષિણ આફ્રિકાથી વીસી દ્રારા ISRO કેન્દ્રમાં જોડાયા

ઈસરોએ કહ્યું કે, અત્યાર સુધી બધું પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. પીએમ મોદી વીસી દ્વારા દક્ષિણ આફ્રિકાથી  જોડાયા છે.

Chandrayaan-3 Landing Live:PM મોદી દક્ષિણ આફ્રિકાથી વીસી દ્રારા ISRO કેન્દ્રમાં જોડાયા

ઈસરોએ કહ્યું કે, અત્યાર સુધી બધું પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. પીએમ મોદી વીસી દ્વારા દક્ષિણ આફ્રિકાથી  જોડાયા છે.

Chandrayaan-3 Landing Live: સારી રીતે લેન્ડ થઇ રહ્યું છે લેન્ડર

ઇસરોએ કહ્યું કે લેન્ડર તેમની સ્પીડ અનુમાનિત રીતે ઓછી કરી રહ્યું છે. અને ખૂબ જ સારી રીતે લેન્ડ કરી રહ્યું છે. ગ્રાઉન્ડથી હવે કોઇ કમાંડિગ નથી જતી. હજું તે રફ બ્રેકિગ ફેઝમાં છે.

Chandrayaan-3 Landing Live: કેવી હશે લેન્ડર મોડ્યુલરની લેન્ડિંગ પ્રક્રિયા

ચાંજ પર ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યુલની લેન્ડિંગમાં એક કલાકથી પણ ઓછો સમય બાકી છે. ઇસરોએ જણાવ્યું કે, લગભગ 150થી 100 મીટરની ઉંચાઇ પર પહોંચ્યા બાદ લેન્ડર તેના સેંસર અને કેમરાના ઉપયોગ કરીને સપાટીની તપાસ કરશે કે કોઇ વિઘ્ન તો નથીને બાદ સોફ્ટ લેન્ડિગ માટે નીચે ઉતરવાનું શરૂ કરશે

Chandrayaan-3 Landing Live: તે ભારત માટે ગર્વની ક્ષણ છે - સૌરભ ભારદ્વાજ

ચંદ્રયાન-3 મિશન પર, AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે આ ભારત માટે ગર્વની ક્ષણ છે કારણ કે દેશ આઝાદી પછીથી એન્જિનિયરિંગ ટેક્નોલોજી પર ભાર મૂકે છે. હું વૈજ્ઞાનિકોને મારી શુભકામનાઓ પાઠવું છું અને ચંદ્રયાન-3ની સફળતા માટે પ્રાર્થના કરું છું.

ISRO Moon Mission Live: પાકિસ્તાને ભારતની સિદ્ધિની પ્રશંસા કરી હતી

પાકિસ્તાનના પૂર્વ સંચાર મંત્રી ફવાદ ચૌધરીએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, 1962માં પાકિસ્તાને અંતરિક્ષમાં પહેલું રોકેટ મોકલ્યું હતું. ત્યારે તે એક મોટી ક્ષણ હતી. આજનો દિવસ ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે. અવકાશમાં જવું એ એક મોટી સફળતા છે. પાકિસ્તાન સહિત અન્ય દેશો પણ આનો લાભ લઈ શકે છે.

Chandrayaan-3 Landing Live: NASA અને યુરોપિયન સ્પેસ કમિશન પણ ભારતીય મિશન પર નજર રાખી રહ્યું છે

ભારત ઈતિહાસ રચવા તૈયાર છે. ચંદ્રયાન-3નું લેન્ડર આજે સાંજે 6.40 કલાકે ચંદ્ર પર ઉતરશે. નાસા અને યુરોપિયન સ્પેસ કમિશન દ્વારા પણ આ મિશન પર નજર રાખવામાં આવશે. લેન્ડિંગ સમયે પીએમ મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યુઅલ રીતે ઈસરોમાં જોડાશે.

Chandrayaan-3 Landing Live:આ એક મોટી સિદ્ધિ છે - ગોપાલ રાય

ચંદ્રયાન 3 પર આમ આદમી પાર્ટીના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, આખો દેશ તે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે જ્યારે ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતરશે. આ એક મોટી સિદ્ધિ છે

Chandrayaan-3 Landing Live: હરદીપ સિંહ પુરી લેન્ડિંગ પહેલા ગુરુદ્વારા બાંગ્લા સાહિબ પહોંચ્યા

ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હીના ગુરુદ્વારા બાંગ્લા સાહિબ ખાતે વિશેષ પ્રાર્થનામાં ભાગ લીધો હતો.

ISRO Moon Mission Live: ચંદ્રયાન-2માં ટેકનિકલ મુશ્કેલીઓ દૂર કરી

નેહરુ પ્લેનેટોરિયમ, બેંગલુરુના વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી ડૉ. આનંદે જણાવ્યું કે ચંદ્રયાન-3 લેન્ડરનું મોડલ આજે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગ એક મુશ્કેલ પ્રક્રિયા છે. ઈસરો આ મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મિશનમાં, ચંદ્રયાન-2 દ્વારા આવતી તમામ તકનીકી મુશ્કેલીઓ દૂર કરવામાં આવી હતી.

Chandrayaan-3 Landing Live: ચંદ્ર પર 14 દિવસની રાત્રિ પછી સૂર્યોદય શરૂ થાય છે

14 દિવસની રાત્રિ બાદ ચંદ્ર પર સૂર્યોદય શરૂ થયો છે. થોડા સમય પછી ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું છે.

Chandrayaan-3 Landing Live: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના

ઓડિશામાં, ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે લોકોએ ભુવનેશ્વરની એક મસ્જિદમાં નમાજ અદા કરી હતી.


 





Chandrayaan-3 Moon Landing Live: અમેરિકામાં Sri Sai Balaji મંદિરમાં ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના

Chandrayaan-3 Moon Landing Live: લેન્ડિંગ દરમિયાન પીએમ મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યુઅલ રીતે ઈસરોમાં જોડાશે

ભારત આજે અવકાશની દુનિયામાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ચંદ્રયાન-3 આજે સાંજે 6.40 કલાકે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગ સમયે પીએમ મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યુઅલ રીતે ઈસરોમાં જોડાશે.

અમદાવાદના સાયન્સ સિટીમાં લાઇવ જોઇ શકાશે

 



ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિગ અમદાવાદની સાયન્સ સિટીમાં પણ લાઇવ જોઇ શકાશે. વિદ્યાર્થીઓ માટે મૂન મિશનના પ્રોગ્રામનું આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓ ચંદ્રયાન-3ના લેન્ડિંગને લાઇવ જોઇ શકશે. આ સિવાય ચંદ્રયાન-3 નું પ્રેઝન્ટેશન અને બાળકો માટે પેઇન્ટિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું છે 


Chandrayaan-3 Moon Landing Live: બીજા દેશોના મિશનથી હજારો કરોડ રૂપિયા સસ્તામાં બન્યુ છે ચંદ્રયાન-3

એક્સપર્ટ રાઘવેન્દ્રએ કહ્યું, 'અમારું રૉકેટ ઓછું પાવરફુલ છે, તેથી જેમ તેઓ દેશી ભાષામાં કહે છે, અમે જુગાડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આપણી પૃથ્વી તેની ધરીની આસપાસ ફરે છે, તેથી આપણે જાણીએ છીએ કે તે 1650 કિમી પ્રતિ કલાકની ઝડપે ફરે છે અને આપણે પણ તેની સાથે પરિભ્રમણ કરી રહ્યા છીએ. તેથી આ ગતિનો લાભ લઈને ધીમે-ધીમે તમારી ઊંચાઈ વધારવી જેથી ઈંધણ ઓછું ખર્ચાય છે. અન્ય દેશો તેમના મિશનને 4-5 દિવસમાં પૂર્ણ કરવા માટે 400 થી 500 કરોડ રૂપિયા ખર્ચે છે, જ્યારે ભારતમાં મિશનનો ખર્ચ 150 કરોડ રૂપિયા છે.

મહારાષ્ટ્રના પૂણેમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં શિવ સેનાના કાર્યકર્તાઓએ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી હતી

Chandrayaan-3 Moon Landing Live: નાસાની નજર ISROના મિશન ચંદ્રયાન પર

140 કરોડ દેશવાસીઓ મિશન ચંદ્રયાનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અવકાશમાં ભારતની આ ઉડાન પર સમગ્ર વિશ્વની નજર છે. નાસા ઈસરોના મિશન ચંદ્રયાન પર પણ નજર રાખી રહ્યું છે.

Chandrayaan-3 Live Updates: યોગ ગુરુ રામદેવે ચંદ્રયાન 3ની સફળતા માટે પૂજા કરી

ચંદ્રયાનની સફળતા માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી છે. ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે યોગ ગુરુ રામદેવે પણ હરિદ્વારમાં પૂજા-અર્ચના કરી હતી.

બ્રેકગ્રાઉન્ડ

Chandrayaan 3 Landing: ભારત અવકાશની દુનિયામાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના ત્રીજા ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6:40 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. આમ કરતા જ ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ઈતિહાસ રચશે.


અમેરિકા, ભૂતપૂર્વ સોવિયત સંઘ અને ચીને ચંદ્રની સપાટી પર 'સોફ્ટ લેન્ડિંગ' કર્યું છે પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર તેમનું 'સોફ્ટ લેન્ડિંગ' થયું નથી. ચંદ્રયાન-3 એ 'ચંદ્રયાન-2'નું અનુગામી મિશન છે અને તેનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ કરવાનો, ચંદ્ર પર ચાલવાનો અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે.


ચંદ્રયાન-2 ક્યારે નિષ્ફળ થયું?


ચંદ્રયાન-2 મિશન 7 સપ્ટેમ્બર 2019 ના રોજ ચંદ્ર પર ઉતરાણની પ્રક્રિયા દરમિયાન નિષ્ફળ ગયું હતું જ્યારે તેનું લેન્ડર 'વિક્રમ' બ્રેક સિસ્ટમમાં ખામીને કારણે ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું. ભારતનું પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન-1 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું.     


14 જુલાઈના રોજ ભારતે તેનું ત્રીજું ચંદ્ર મિશન - 'ચંદ્રયાન-3' 'લોન્ચ વ્હીકલ માર્ક-III' (LVM3) રોકેટ દ્વારા રૂ. 600 કરોડના ખર્ચે લોન્ચ કર્યું. આ અંતર્ગત 41 દિવસની તેની સફરમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર ફરી એકવાર 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો પ્રયાસ કરશે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચ્યો નથી.


રશિયા નિષ્ફળ ગયું


ચંદ્રયાન-3 ના 'સોફ્ટ લેન્ડિંગ'ના થોડા દિવસો પહેલા જ્યારે તેનું રોબોટિક લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું ત્યારે રશિયા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની રેસમાં પાછળ રહી ગયું હતું. રશિયન લેન્ડર લુના-25 અનિયંત્રિત ભ્રમણકક્ષામાં ગયા બાદ ચંદ્ર પર ક્રેશ થયું છે.


ઈસરોએ શું કહ્યું?


ISROએ મંગળવારે (22 ઓગસ્ટ) કહ્યું કે ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે 'ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક' (ISTRAC)માં સ્થિત 'મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ'માં ઉત્સાહનું વાતાવરણ છે.


ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3નું MOX/ISTRAC પરથી ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું જીવંત પ્રસારણ બુધવારે સાંજે 5.20 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરશે તેવી અપેક્ષા છે.             


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.