અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 300ને પાર, જાણો આજે કયા કયા વિસ્તારનો થયો ઉમેરો, જુઓ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Dec 2020 10:14 PM (IST)
શહેરમાં નવા 12 વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા હતાં, જ્યારે જુના 14 વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
(ફાઈલ તસવીર)
અમદાવાદ: અમદાવાદમાં કોરોના વકર્યો છે. હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે, સાથે સાથે હોમ આઈસોલેશનમાં દર્દીઓનો વધારો થયો છે. નોંધપાત્ર છે કે અમદાવાદમાં કોરોનાના નવા કેસોમાં મોટો વધારો નોંધાતા જુદાજુદા વિસ્તારોમાં માઇક્રો કન્ટેનમેન્ટની સંખ્યા પણ વધવા માંડી છે. શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 300 ને પાર પહોંચી ગઈ છે. શહેરમાં નવા 12 વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા હતાં, જ્યારે જુના 14 વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ચાંદલોડિયાની શ્રીજી સોસાયટીમાં 400 નાગરિકોની વસ્તી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવવામાં આવી છે. આ ઉપરાંત રામોલ સ્થિત શ્રીનંદનગરમાં 140 નાગરિકો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ સમાવાઈ છે. આજે અમદાવાદમાં 311 કેસ નોંધાયા હતા અને 299 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે 10 લોકોના કરૂણ મોત થયા હતા. આ છે દાઉદ ઈબ્રાહીમની 27 વર્ષ નાની ગર્લફ્રેન્ડ, આ હૉટ એક્ટ્રેસના 5 વર્ષ નાના ટોચના પાકિસ્તાની નેતા સાથે બંધાયા સંબંધ ને.... Corona Vaccine: સરકારે કહ્યું- સમગ્ર દેશમાં રસીકરણની જરૂર નથી, ICMR એ કહ્યું- અમારો હેતુ ટ્રાન્સમિશન તોડવાનો Corona Update: ડિસેમ્બરની શરૂઆતમાં જ અમદાવાદ-સુરતની સ્થિતિ ચિંતાજનક, જાણો આજે કેટલા કેસ નોંધાયા