ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશમાં 2, અમરેલીમાં 1, પાટણમાં 1, વડોદરામાં 1 મળી કુલ 15 લોકોને કોરોના ભરખી ગયો હતો.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 311, સુરત કોર્પોરેશનમાં 214, વડોદરા કોર્પોરેશનમાં 140, રાજકોટ કોર્પોરેશનમાં 94, મહેસાણામાં 67, સુરતમાં 50, ખેડામાં 48, વડોદરામાં 41, ગાંધીનગરમાં 34, ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 30-30, બનાસકાંઠામાં 29, અમરેલીમાં 28, કચ્છમાં 23, અમદાવાદમાં 21, મહિસાગરમાં 21, મોરબીમાં 21, પંચમહાલમાં 21, સાબરકાંઠામાં 19 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1547 દર્દી સાજા થયા હતા અને 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 78,94,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.06 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,26,940 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,26,752 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 188 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.