નવી દિલ્હીઃ કવિડ-19ના વધતાં પ્રકોપને જોતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ડિસેમ્બરથી દેશના અનેક રાજ્યો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જે અંતર્ગત લગાવવામાં આવેલા પ્રતિબંધો 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. ગૃહ મંત્રાલયે રાજ્યોને વિવિધ ગતિવિધિઓને ધ્યાનમાં રાખી SOPs લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે.


મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે, આ ગાઇડલાઇન્સનું ફોક્સ કોવિડ-19 સંક્રમણ ફેલાતું રોકવા માટે છે. ઉપરાંત મંત્રાલયે રાજ્યોને કડકાઇથી સંક્રમણને રોકવાના ઉપાયો લાગુ કરવા, ભીડ નિયંત્રિત કરવાના આદેશ આપ્યા છે.

ગાઇડલાઇન્સ પર એક નજર

-સિનેમા ઘર, થિયેટર્સ, સ્વિમિંગ પૂલ પર પહેલાની જેમ લગાવવામાં આવેલી રોક લાગુ રહેશે. સિનેમા હોલ હજુ પણ 50 ટકા દર્શકો સાથે કાર્યરત રહેશે.

- સરકારે લગનમાં આવતાં મહેમાનોની સંખ્યા 200 રાખી છે. ઉપરાંત રાજ્ય સરકારો તેમને ત્યાં કોરોનાની સ્થિતિ જોયાં બાદ સંખ્યા 100 કે તેથી ઓછી પણ રાખવાની સત્તા આપી છે.

- પ્રતિબંધો સાથે આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી ચાલુ રહેશે. માત્ર ખેલાડીઓની ટ્રેનિંગ માટે સ્વિમિંગ પૂલ ખુલ્લા રહેશે.

- રાજ્ય સરકારોને નાઇટ કર્ફ્યુ લગાવવો કે નહીં તેની પૂરી છૂટ આપી છે. આ માટે રાજ્ય સરકારેને ટાઇમ નક્કી કરવાની પણ સત્તા અપાઇ છે.

- કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરી વસ્તુઓને જ મંજૂરી રહેશે. 65 વર્ષથી વધુના અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોન અન્ય જગ્યાએ લોકડાઉન લાદતાં પહેલાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ કેન્દ્રની મંજૂરી લેવી પડશે.

India vs Australia: આવતીકાલે કોહલી 23 બનાવશે તૂટી જશે સચિનનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત