Coronavirus vaccine side effects:બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ મંગળવારે જાહેરાત કરી કે તે વિશ્વભરમાંથી તેની કોવિડ-19 રસી 'કોવિશિલ્ડ' પાછી ખેંચી રહી છે. કંપનીનો આ નિર્ણય વેક્સીનને લઈને ચાલી રહેલા વિવાદના થોડા દિવસો બાદ આવ્યો છે. કોવિશિલ્ડ રસી વિશે એવો હોબાળો છે કે જે લોકોને તે મળે છે તેઓને થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નામની દુર્લભ આડઅસર થઈ શકે છે.
TTS એક એવી સ્થિતિ છે જેમાં પ્લેટલેટની સંખ્યા ઘટે છે અને લોહી ગંઠાઈ જાય છે. TOIના અહેવાલ મુજબ, કંપનીનું કહેવું છે કે રસી પાછી ખેંચવાનું કારણ એ છે કે હવે 'વધુ અપડેટેડ રસીઓનો સરપ્લસ' છે. ફાર્માસ્યુટિકલ કંપનીએ અગાઉ કોર્ટના દસ્તાવેજોમાં સ્વીકાર્યું હતું કે તેમની રસી લોહી ગંઠાઈ જવા અને પ્લેટલેટ્સ ઓછી થવા જેવી આડઅસર પેદા કરી શકે છે.
બજારમાં વિવિધ કોરોના રસીઓ ઉપલબ્ધ થયા પછી, શરૂઆતથી જ ઘણી આડઅસરો જોવા મળી રહી છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, કોરોનાની રસી લીધા પછી અત્યાર સુધી આ 5 ગંભીર આડઅસર જોવા મળી છે.
એનાફિલેક્સિસ
કોવિડ-19 રસી મેળવ્યા પછી એનાફિલેક્સિસ થવું ખૂબ જ દુર્લભ છે. આની સંભાવના આશરે 10 લાખ રસીના ડોઝમાંથી માત્ર 5 કેસ છે. એનાફિલેક્સિસ એ ગંભીર એલર્જીક રિએકશન છે જે કોઈપણ પ્રકારની રસીકરણ પછી થઈ શકે છે.
COVID-19 રસીકરણ પછી મૃત્યુના અહેવાલોમાં ઘણા પરિબળો જવાબદાર હોય છે. જે લોકો કોવિડ-19 રસી લે છે તેઓમાં કોવિડ-19 અને તેના કોમ્પ્લિકેશનના કારણે મોતનું ઓછું જોખમ હોય છે, આ સાથે જ રસી લીધા વિનાના લોકોની તુલનામાં તેમની ગૈર કોવિડના કારણોથી પણ મૃત્યુનું જોખમ વધારે હોતું નથી.
ગેલિયન સિડ્રોમ
Guillain-Barré સિન્ડ્રોમ (GBS) એ એક દુર્લભ રોગ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ચેતા કોષો પર હુમલો કરે છે, જેના કારણે સ્નાયુઓની નબળાઇ અને ક્યારેક લકવો થાય છે. આ રોગ મોટે ભાગે 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે.
માયોકાર્ડિટિંસ અને પેરીકાર્ડિટિસ
કોવિડ-19 રસી મેળવ્યા પછી મ્યોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ ખૂબ જ દુર્લભ છે. મ્યોકાર્ડિટિસમાં હૃદયના સ્નાયુમાં સોજો આવે છે. , જ્યારે પેરીકાર્ડિટિસમાં હૃદયના બાહ્ય પડમાં સોજો આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં, દર્દીઓ દવાઓ અને આરામ લીધા પછી સ્વસ્થ થાય છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી નોંધાયેલા મોટાભાગના કેસ એમઆરએનએ રસી લીધા પછી જ જોવા મળ્યા છે.
જોહ્ન્સન એન્ડ જ્હોન્સનની COVID-19 રસી મેળવ્યા પછી પણ આ આડઅસરો જોવા મળી હતી. જોકે તેના કેસ પણ ઓછા છે. આ લગભગ 10 લાખ રસીના ડોઝમાંથી માત્ર 4 કેસમાં થાય છે. TTS એ એક દુર્લભ પરંતુ ગંભીર સ્થિતિ છે જેમાં શરીરની મોટી રક્ત વાહિનીમાં લોહી ગંઠાઈ જાય છે અને તેની સાથે પ્લેટલેટની સંખ્યા ઓછી હોય છે. આ આડઅસર હવે કોવિશિલ્ડ રસી મેળવનારાઓમાં પણ જોવા મળી છે.