Dana Cyclone :ચક્રવાતી તોફાન 'દાના' 23 ઓક્ટોબરે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે, પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. IMDએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે, જ્યારે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ચક્રવાતી તોફાન 'દાના' 24 ઓક્ટોબરે પુરી અને સાગર ટાપુઓ વચ્ચે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. જો કે આ વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યન નહિવત થઇ શકે છે . વાવાઝોડાના લેન્ડફોલ્સ દરમિયાન સૌથી વધુ ઓડિશાઅને પશ્ચિમ બંગાળને અસર કરશે. આ દરમિયાન આ બંને રાજ્યોમાં ભારે વરસાદ અને પવનની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 23 ઓક્ટોબર બાદ વરસાદની શક્યતા નહિવત છે. વાવાઝોડા દરમિયાન  પવનની ગતિ પણ સમાન્ય જ રહેશે.


પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તર આંદામાન સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર 22 ઓક્ટોબરની સવાર સુધીમાં વધુ તીવ્ર બની શકે છે.ચક્રવાત સોમવારે આંદામાન સમુદ્રમાં લો પ્રેશરવાળા  વિસ્તારમાં ફેરવાઈ ગયું હતું. 23 ઓક્ટોબર સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) એ એક વિશેષ સંદેશમાં જણાવ્યું છે કે રવિવારે ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની નજીકના બંગાળની ખાડી પર ચક્રવાતનું પરિભ્રમણ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર આંદામાન સમુદ્ર પર લો પ્રેશરવાળું ક્ષેત્ર બન્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 22 ઓક્ટોબરની સવારે ડિપ્રેશનમાં તીવ્ર બનવાની અને 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પ્રબળ સંભાવના છે.


ગુજરાતના હવામાનની લેટેસ્ટ સ્થિતિની વાત કરીએ તોરાજ્યના 33 પૈકી 17 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.સૌરાષ્ટ્રના 8 જિલ્લાના અમુક સ્થળ પર આજે પણ નુકસાનીના વરસાદની આગાહી છે... દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં હળવો વરસાદ વરસી શકે છે. તો અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે નુકસાનીના વરસાદની શક્યતા છે.


આ પણ વાંચો 


Cyclone Dana: 120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત 'દાના', સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત