આ ઉપરાંત નેતાની ધરપકડ થાય તો તરત જામીન ન મળે તે 308ની કલમ પણ ઉમેરવામાં આવી હતી. આ કેસમાં કાંતિ ગામિત સહિત 18 ની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ સુરત જિલ્લા ડીવાયએસપી ઉષા રાડાને સોંપવામાં આવી છે અને સાત દિવસમાં રિપોર્ટ કરવા આદેશ કરાયો છે.
હાલ ગુજરાતમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારે લગ્નપ્રસંગમાં 100 લોકોને છૂટ આપી છે. તેમજ ફક્ત લગ્નની જ છૂટ છે, એ સિવાયના કાર્યક્રમોને મંજૂરી નથી. આમ છતાં ભાજપના નેતાએ ખાલી સગાઈમાં જ દોઢથી બે હજાર લોકોને નોતર્યા હોવાનું કબૂલ્યું હતું. જોકે, તેમની ધારણા કરતાં વધારે ભીડ ઉમટી પડી હતી.
સગાઈ પ્રસંગે રાખવામાં આવેલા રાસ-ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ સામાજિક અંતરના ધજાગરા ઉડાવ્યા હતા. સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા હતા. મંગળવારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા.