Omicron India: અત્યાર સુધી આવેલા કોરોના વાયરસના તમામ પ્રકારોમાંથી, Omicron સૌથી ઝડપથી ફેલાય છે અને જે લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે તેમને પણ તે સંક્રમિત કરી શકે છે.
કોરોના વાયરસના સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં દસ્તક દઇ ચૂક્યો છે. . દેશમાં બે લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે, ડેલ્ટા વેરિઅન્ટ જેણે બીજી વેવમાં હજારો લોકોના જીવ લીધા, આ વાયરસ તેના કરતા અનેક ગણો વધુ ખતરનાક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ નવા કોરોના પ્રકારને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક પ્રકાર' ગણાવ્યો છે. WHO સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસ (કોરોના વેરિઅન્ટ B.1.1.529)ને દક્ષિણ આફ્રિકામાં 'ઓમિક્રોન' નામ આપ્યું છે. જાણો શા માટે વૈજ્ઞાનિકો ઓમિક્રોન વિશે ચિંતિત છે અને તે દુનિયામાં કેવી રીતે આવ્યો.
શા માટે વૈજ્ઞાનિકો ઓમિક્રોન વિશે ચિંતિત છે?
વાસ્તવમાં, અત્યાર સુધી આવેલા તમામ પ્રકારોમાં, Omicron સૌથી ઝડપથી ફેલાય છે અને કોરોનાથી રિકવર થયેલા લોકોને પણ ઘેરી શકે છે. આ વેરિયન્ટ પર વેક્સિન પર કેટલી અસરકારક છે. તે હજું તપાસ હેઠળ છે. આ વેરિયન્ટ કેટલો ગંભીર હોઈ શકે છે, તેની નક્કર માહિતી અત્યાર સુધી મળી નથી. તેના ઝડપી પ્રસારને કારણે વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે એક વખત તે ફેલાવાનું શરૂ થઈ જાય તો કોઈપણ દેશની આરોગ્ય સુવિધાઓ પડી ભાંગી શકે તેવો ભય છે. આ તમામ બાબતોથી વૈજ્ઞાનિકો ચિંતિત છે.
ઓમિક્રોન વિશ્વમાં કેવી રીતે આવ્યું?
નવા પ્રકારના વાયરસના આગમનના તાજેતરના અહેવાલોએ વૈશ્વિક સ્તરે એલાર્મની ઘંટડીઓ વગાડી છે. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો દ્વારા પ્રભાવશાળી વાઈરસ સિક્વન્સિંગ પ્રયાસો દ્વારા શોધાયેલ, ઓમિક્રોનમાં એકલા સ્પાઈક પ્રોટીનમાં અવિશ્વસનીય 32 ફેરફારો જોવા મળ્યાં છે. જે ટ્રાન્સમિશનને વધારી શકે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ માત આપી શકે છે. તેથી એક જોખમ છે કે ઓમિક્રોન ઝડપથી ફેલાઈ શકે છે. અને વર્તમાન રસીઓની અસરકારકતા ઘટાડી શકે છે. કેટલાક અનુમાન કહે છે કે, દક્ષિણ આફ્રિકામાં ધીમી ગતિએ થતું રસીકરણ ઓમિક્રોનના ઉદભવ માટે જવાબદાર હોઈ શકે છે.
જ્યારે વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે, ત્યારે કેટલાક નવા પ્રકારનાં કોષોમાં પ્રવેશવામાં અથવા અન્ય લોકો કરતાં પોતાને ડુપ્લિકેટ કરવામાં વધુ સારી રીતે સક્ષમ છે. મૂળ SARS-CoV-2 વાયરસ કે જે 2019 માં વુહાનથી ઉદભવ્યો હતો, તે પછીથી D614G નામના નવા વેરિયન્ટ પણ સામે આવ્યાં. ત્યારબાદ આલ્ફા વેરિઅન્ટ અને ડેલ્ટા વેરિઅન્ટ આવ્યો હતો. દર વખતે જ્યારે કોઈ વ્યક્તિ SARS-CoV-2 થી સંક્રમિત થાય છે, ત્યારે એવી શક્યતા છે કે, વાયરસ વધુ ઉપયુક્ત પ્રકાર ઉત્પન કરી શકે છે અને જે પછી અન્ય લોકોમાં ફેલાઈ શકે છે.
ઓમિક્રોન વેરિયન્ટ વિશેની સંપૂર્ણ વિગત
- 27 નવેમ્બરના રોજ, દક્ષિણ આફ્રિકામાં 3220 નવા કેસ અને 8 મૃત્યુ થયા.
- બીજા દિવસે 2858 નવા કેસ નોંધાયા અને 6 મૃત્યુ થયા.
- 29 નવેમ્બરે નવા કેસની સંખ્યા 2273 હતી, પરંતુ મૃત્યુઆંક વધીને 25 થયો હતો.
- અને ત્યારબાદ 30 નવેમ્બરે નવા દર્દીઓની સંખ્યા 4373 પર પહોંચી અને 21 લોકોના મોત થયા.
બીજા દિવસે એટલે કે 1 ડિસેમ્બરે નવા દર્દીઓની સંખ્યા વધીને 8,561 થઈ અને 28 લોકોના મોત થયા. દક્ષિણ આફ્રિકાના કોરોનાના ડેટા પરથી ઓમિક્રોનના પ્રસારની ઝડપનો અંદાજ લગાવી શકાય છે.
ઓમિક્રોનના લક્ષણોને ઓળખો
- ઓમિક્રોનથી પીડિત દર્દીઓમાં ગળામાં દુખાવો સૌથી સામાન્ય છે.
- આ સાથે વાયરસના આ પ્રકારથી સંક્રમિતને ખૂબ જ થાકનો અનુભવ થાય છે.
- જો કે, કોરોનાના અન્ય પ્રકારોની જેમ, આ પ્રકારથી સંક્રમિતમાં ની સ્વાદ અને ગંધની ક્ષમતા ગુમાવવાની સમસ્યા જોવા મળતી નથી.
- ઓક્સિજનનું સ્તર પણ વધારે નીચે આવવાની શક્યતા બહુ ઓછી છે.
- દક્ષિણ આફ્રિકાના કોરોનાના ડેટા પરથી ઓમિક્રોનના પ્રસારની ઝડપનો અંદાજ લગાવી શકાય છે.