નવી દિલ્લીઃ અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે દરેક લોકોને પૈસાની જરૂર હોય છે. ત્યારે તમને આ સમયે અટવાયેલા નાણા પરત આવવાની આશા હોય છે. પરંતુ ક્યારેક ઓનલાઇન ફ્રોડનો શિકાર બનવાની શક્યતા છે. ત્યારે ઇન્કમટેક્સ વિભાગે લોકોને રિફંડના નામે આવતાં ફેક મેસેજથી સાવચેત રહેવા અપીલ કરી છે.

પીઆઇબી ફેક્ટ ચેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તમને ઇન્કમટેક્સના નામે મેસેજ આવે અને તેમાં બેંક ડિટેલ વેરિફાઇ કરવાનું જણાવવામાં આવે તો તમારે ચેતી જવું જોઇએ. જો તમે મેસેજમાં આપેલી લીંકમાં જઈને તમારી વિગતો આપશો, તો તમે ફ્રોડનો ભોગ બની શકો છો. ઇન્કમટેક્સ વિભાગ પાસે તમારા બેંક એકાઉન્ટની તમામ વિગતો હોય જ છે, જેથી આ પ્રકારની વિગતો તમારે આપવાની હોતી નથી. પરંતુ તમે આ પ્રકારના મેસેજથી ભ્રમિત થશો, તો તમે ફ્રોડનો ભોગ બની શકો છો.