Human Barbie Jessica Alves: દુનિયાની નજરમાં સુંદર દેખાવા માટે લોકો શું નથી કરતા. સુંદર દેખાવાની સ્પર્ધામાં સ્ત્રી અને પુરૂષ બંને સામેલ છે. હવે બ્રાઝિલની રહેવાસી જેસિકા અલ્વેસને જ જુઓ, જેણે બાર્બી ડોલ જેવી સુંદરતા મેળવવા માટે અત્યાર સુધીમાં 10 લાખ પાઉન્ડ (રૂ. 10 કરોડ)થી વધુ ખર્ચ કર્યા છે. આટલું જ નહીં મનપસંદ શરીર અને ચહેરો મેળવવા માટે જેસિકાએ અત્યાર સુધીમાં 100થી વધુ કોસ્મેટિક સર્જરી પણ કરી છે.






ડેઈલી મેલના અહેવાલ મુજબ જેસિકાએ તેના લગભગ 100 ટકા શરીરની સર્જરી કરાવી છે. તેના શરીરનો એક પણ ભાગ એવો નથી બચ્યો જેના પર સર્જરી ના થઈ હોય. આ જ કારણ છે કે જેસિકા હવે ઢીંગલી જેવી લાગે છે. તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે જેસિકા પહેલા છોકરો હતો એટલે કે તેણે મેલથી પોતાનું લિંગ બદલીને સ્ત્રી કરી લીધું છે. જેસિકાનું નામ પહેલા રોડ્રિગો હતું, પરંતુ જ્યારે તેણીએ તેનું લિંગ બદલ્યું ત્યારે તેણે તેનું નામ બદલીને જેસિકા રાખ્યું.






100થી વધુ સર્જરી કરાવી


રોડ્રિગોથી હ્યુમન બાર્બી બનેલી જેસિકા બ્રાઝિલિયન-બ્રિટિશ ટીવી પર્સનાલિટી છે. તેનો જન્મ બ્રાઝિલમાં થયો હતો. જ્યારે 19 વર્ષની ઉંમરે તેઓ અભ્યાસ માટે લંડન ગયો હતો. જેસિકા હવે 39 વર્ષની છે. તેણે 19 વર્ષની ઉંમરે તેની પ્રથમ સર્જરી કરાવી હતી. તે માનવ બાર્બી બનવા માંગતી હતી, તેથી તે વારંવાર સર્જરી કરાવતી રહી. જેસિકા પાસે કોસ્મેટિક સર્જરીની લાંબી યાદી છે. જેમાં નોઝ જોબ, કોફ શેપિંગ, હિપ શેપિંગ, બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ અને 100થી વધુ સર્જરીનો સમાવેશ થાય છે.


માનવ બાર્બી બનવાનું સપનું પૂરું કર્યું


આટલી બધી કોસ્મેટિક સર્જરી કરાવ્યા બાદ જેસિકા હવે સંપૂર્ણ મહિલા બની ગઈ છે. માનવ બાર્બી બનવાનું તેનું સપનું પણ સાકાર થયું. જેસિકાએ બાર્બી પોઝમાં ઘણા ફોટોશૂટ પણ કરાવ્યા છે. તે અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.