ગાંધીનગર: હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં પણ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે.


 



દહેગામના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન 10 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં  8 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે. જો કે, હજુ પણ એક વ્યક્તિ લાપતા છે. ગુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામા આવ્યું હતું.


વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશવિસર્જન સમયે જ 10 લોકો ડૂબ્યા હતા, જેની જાણ થતાં જ તાત્કાલિક દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હાલમાં આઠ લોકોની લાશ મળી આવી છે જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા હતા


તમને જણાવી દઈએ કે, પાટણમાં પણ બુધવારે દુર્ઘટના ઘટી હતી. ગણેશ વિસર્જન દરમિયાન પાટણમાં એક દુખદ ઘટના સામે આવી હતી. પાટણ ખાતે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા હતા. પાટણ સરસ્વતી બેરેજમાં આ ઘટના બની છે. આ દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો ડૂબવાથી અરેરાટી મચી જવા પામી હતી. 


એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા 


 પાટણ બનેલી આ દુર્ઘટનામાં  પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 લોકોના ડૂબવાથી મોત થયા હતા. આ દુઘટનામાં પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ, શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશ ભાઈ અને શીતલબેનના ભાઈ અને નયન રમેશભાઈના મોત નિપજ્યા હતા. આ અંગે વિગતે વાત કરીએ તો બુધવારે સાંજે પ્રજાપતિ પરિવારના એક સાથે 4 લોકોના મોત થતાં જ રાત્રિના સમયે તમામની પીએમની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને પરિવારજનોને ડેડબોડી સોંપવામાં આવી હતી. પ્રજાપતિ પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વેરાઈ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે એકસાથે સાથે 4-4 લોકોની અર્થી ઉઠતા સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.


દુર્ઘટના બાદ પાલિકા આવી હરકતમાં


દુર્ઘટના બાદ પાલિકા હરકતમાં આવી હતી અને વિસર્જન માટે નદીમાં ન જવું પડે તે માટે પાલિકાએ નદી નજીક જ જેસીબીથી એક મોટો કુંડ બનાવ્યો છે. જેથી હવે લોકો વિસર્જન માટે તે કુંડનો જ ઉપયોગ કરી રહ્યા છે.  હાલમાં તાત્કાલિક ધોરણે નદીમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જો તંત્ર દ્વારા વિસર્જન શરૂ થાય તે પહેલા આવી વ્યવસ્થા કરી હોત તો આ 4 લોકોના જીવ બચી શક્યા હોત.


આ પણ વાંચો...


Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર