ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી20 મીટિંગો તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થયું હતું. મુખ્યમંત્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, પહેલો, નીતિઓ અંગે માહિતી મેળવીએ. 




3 વર્ષ દરમિયાન નવી નીતિઓ જાહેર કરી 


1. ગુજરાત આત્મનિર્ભર પોલિસી 
2. ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી 
3. નવી ગુજરાત IT/ITes પોલિસી 
4. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 
5. ડ્રોન પોલિસી 
6. ગુજરાત સેમિકંડક્ટર પોલિસી 
7. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી
8. સિનેમેટિક ટુરિઝમ પોલિસી 
9. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0)
10. ગુજરાત ખરીદ નીતિ 
11. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024


ઇ-શ્રમ પોર્ટલ પર 1 કરોડ 17 લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને આપવામાં સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે. જ્યારે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 290 ખાદ્ય વિતરણ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 


ખેતી ક્ષેત્રની વાત કરીએ તો રાજ્યના 53 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. જ્યારે ડાંગ સૌપ્રથમ 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે. લગભગ 15 લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી છે. 


 સગર્ભા અને ધાત્રી માતાઓ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરુ કરવામાં આવી છે. નમો ડ્રોન દીદી યોજના હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી છે.
 
તો બીજી તરફ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી 5 લાખની સહાય વધારીને રુપિયા 10 લાખ કરવામાં આવી છે.  જયારે ગુજરાતમાં નવા 188 ડાયાલિસિસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં 800 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. 
 
ઉદ્યોગ જગતની વાત કરીએ તો  ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ ની જાહેર કરવામાં આવી છે. સાણંદમાં રુપિયા 22,500 કરોડના ખર્ચે માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને સાથે સાથે કેયન્સ સેમિકોનનો પ્લાન્ટ સાણંદમાં ₹3300 કરોડના રોકાણો સાથે 60 લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે


જો પરિવહનની વાત કરીએ તો ગુજરાત એસટી નિગમ દ્વારા 300 લકઝરી, 200 સેમી લક્ઝરી કોચ, 400 સ્લીપર કોચ, 1682 સુપર એક્સ્પ્રેસ, 400 મીડી બસ અને 5 ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મળીને કુલ 2987 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દિવ્યાંગો માટે ઇ-ટિકિટની શરૂઆત કરવામાં આવી છે.


જો વીજ પાવરની વાત કરીએ તો ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી ઓગસ્ટ 2024માં 1067.3 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું છે. જ્યારે મોઢેરા ગામને સોલાર વિલેજ જાહેર કર્યાના દોઢ વર્ષમાં જ મોઢેરા દ્વારા 31.5 મિલિયન યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન, કાર્બન ઉત્સર્જનમાં 28,664 ટનનો ઘટાડો થયો છે.


શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસની વાત કરીએ તો  અમદાવાદ મેટ્રો ફેઝ-2નું ટુંક સમયમાં લોકાર્પણ થશે અને સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.




પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસની વાત કરીએ તો રાજ્યમાં પહેલી વખત ગિફટ સિટી ખાતે “ફિલ્મ ફેર એવોર્ડ”નું આયોજન કરવામા આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરીઝમ વિલેજ” જાહેર કરવામા આવ્યું હતું. ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ છે. રુપિયા 76.51 કરોડના ખર્ચે ફેઝ-1 હેઠળ બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ કરવામાં આવી રહ્યું છે.


વલસાડ જિલ્લામાં એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.  જ્યારે રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે રુપિયા 181 કરોડના ખર્ચે સૌની યોજના લિંક-4નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.


ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વાત કરીએ તો અમદાવાદ ખાતે સાબરમતી નદી પર અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરતમાં ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.


કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો, ગુજરાત પોલીસે એક વર્ષમાં રુપિયા 5640 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. સાથે 431 આરોપીઓ સામે 317 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંધશ્રદ્ધાને રોકવા ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર કરવામા આવ્યુ છે.




ગુજરાતને મળેલા એવોર્ડ્સની વાત કરીએ તો,  GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને સાત એવૉર્ડ મળ્યા છે. ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ બની છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રને “જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો છે. 


આ પણ વાંચો...


Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી