ગાંધીનગરઃ ઇસુદાન ગઢવી સહિતના આપના કાર્યકરો પેપરલીક કાંડને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આવેદન પત્ર આપવા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન કમલમના પ્રાંગણમાં આપ અને ભાજપની મહિલા કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના કાર્યકરોએ રામધૂન બોલાવીને કમલમના પ્રાંગણમાં દેખાવો કર્યા હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપે મને ફસાવવાની ચાલ રમી કરી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે. હિંમત હોય તો સામી છાતીએ લડવાનો ઈસુદાન ગઢવીએ ભાજપને પડકાર ફેંક્યો હતો.
દરમિયાન આપના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપની મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂતે છેડતીનો આરોપ લગાવ્યો હતો. ઈસુદાન ગઢવી નશાની હાલતમાં આવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી હતી.
ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે આપના કાર્યકરોએ કમલમનો ગેટ તોડીને સિક્યોરિટી ચેમ્બરમાં તોડફોડ કરી હતી. પોસ્ટર્સના દંડાથી આપના કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હુમલામાં ભાજપના પાંચ કાર્યકરો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હત. જ્યારે આપ પાર્ટીએ ભાજપના છેડતીના આરોપોને ફગાવ્યા હતા. ઇસુદાન નશાની હાલતમાં ન હોવાની વાત કરી હતી.
પેપરલીક કાંડમાં થયો મોટો ખુલાસો, આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર થયું હતું લીક