Gujarat Politics: ગુજરાતની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. લાંબા સમય બાદ રાજનીતિના બે દિગ્ગજો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઇ છે. બન્નેની આ મુલાકાત ગાંધીગરના સર્કિટ હાઉસ ખાતે થઇ હતી. કહેવાઇ રહ્યું છે કે આ મુલાકાત બાદ રાજનીતિમાં કંઇક નવા જુની થઇ શકે છે. જોકે, શંકરસિંહ વાઘેલા બાપુએ તમામ અટકળો અને તર્ક વિતર્ક પર કહ્યું કે, આ શિષ્ટાચારની મુલાકાત હતી.


છેલ્લા કેટલાય સમયથી રાજનીતિથી દુર અને ટીવી કે મીડિયાથી દુર રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, શંકરસિંહ વાઘેલા હમણાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક ખાસ મુલાકાત કરી હતી. પૂર્વ મંખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચેની બેઠકમાં અનેક મુદ્દાઓને ચર્ચામાં લાવવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે. 


અમિત શાહ સાથેની મુલાકાત બાદ બાપુએ રાજકીય તર્ક વિતર્કનો છેદ ઉડાડી દીધો હતો, તેમને આ બેઠક અંગે કહ્યું હતુ કે, આ એક શિષ્ટાચાર મુલાકાત હતી, દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો. અમે ભેગા મળીને ચા-પાણી કર્યા અને થોડીક વાતો કરી હતી. જોકે, બાપુ અને અમિત શાહની બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે.


ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા  રાજકારણી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધપક્ષના ભૂતપૂર્વ નેતા (કોંગ્રેસ) છે. શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા અને લોકોમાં “લોકનેતા બાપુ” તરીકે લોકચાહના મેળવી હતી. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું હુલામણું નામ આપ્યું હતું. તેઓ કપડવંજની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.


આ પણ વાંચો


Banaskantha: જૈન સાધ્વીની છેડતી, કામ અર્થે બહાર નીકળેલી સાધ્વીની બે શખ્સો છેડતી કરી ભાગી ગયા, થઇ બૂમાબૂમ


Crime News: ઘરેલું હિંસા કેસમાં મોટો ચૂકાદો, પત્નીને દહેજ મામલે આપઘાત કરવા મજબૂર કરનારા પતિને પાંચ વર્ષની સજા