આ પ્રસંગે નિવેદન આપતા ગાયક કલાકાર કલાકાર હેમંત ચૌહાણે કહ્યું કે, ભારતને આઝાદ થતાં આપણે જોયું નથી પરંતુ કાશ્મીર આઝાદ થયું તેનો અમને હરખ છે. અમે આનો અનુભવ કર્યો છે. આ સાથે જ હેમંત ચૌહાણે પોતાનું ખૂબ જ લોકપ્રિય ભજન "સીતારામ તણા સત સંગમાં, રાધે શ્યામના રે રંગમાં, તું રંગાઈ જાને રંગમાં" પણ લલકાર્યું હતું.
આ પહેલા ગાયિકા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સંગઠન પર્વમાં 50 લાખ નવા સભ્યોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધી 35 લાખ લોકો પક્ષમાં જોડાઈ ચુક્યા છે.
જાણીતા ભજનીક હેમંત ચૌહાણ સહિતના દિગ્ગજ કલાકારો ભાજપમાં થયા સામેલ, જાણો વિગતે
અનુષ્કા શર્માએ બિકિનીમાં શેર કરી તસવીર, કોહલીએ કરી આવી કોમેન્ટ, જાણો વિગત