ગાંધીનગરઃ બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર સિંહ યાદવ અને બોટાદ એસપી કરણરાજ વાઘેલાની બદલી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. આજે આ મામલે તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે.


મળતી જાણકારી અનુસાર, બોટાદ લઠ્ઠાકાંડમાં મોટી કાર્યવાહી કરતા છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધંધુકા પીઆઇ કે.પી.જાડેજા, રાણપુર પીએસઆઇ એસ.ડી. રાણા, બરવાળા પીએસઆઇ ભગીરથસિહ વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે સિવાય સી.પી.આઇ સુરેશ કુમાર ચૌધરી, બોટાદ ડી.વાય.એસ.પી એસ.કે.ત્રિવેદી, ધોળકા ડી.વાય.એસ.પી એન.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં ગંભીર બેદરકારીને લઇને ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સુભાષ ત્રિવેદીના પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 


લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમા મૃત્યુઆંક 44 પર પહોંચ્યો છે. બોટાદ જિલ્લામાં 33 અને ધંધુકા તાલુકામાં 11 લોકોના મોત થયા છે. હજુ પણ 80થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે 34 લોકો સામે ફરિયાદ નોંધી છે અને 21 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. કમિટી બે દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે અને દસ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરાશે. દરેક ગામમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે.


 


RBI MPC Meeting: હજુ વધશે લોનના હપ્તા, RBI 5 ઓગસ્ટે સતત ત્રીજી વખત રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે


Gujarat Hooch Tragedy: આ શહેરમાં લઠ્ઠાકાંડની સારવારમાં આવેલા 13 દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા, જાણો વિગત


ખુશખબર, આગામી ICC Women’s World Cup 2025 ભારતમાં યોજાશે, 9 વર્ષ બાદ મળ્યો મોકો


Googleએ લોકોના મોબાઇલમાથી ડેટા ચોરતી 30 એપ્સ પકડી, પ્લે સ્ટૉરમાંથી કરી બ્લૉક, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ..................