મુખ્યમંત્રી રૂપાણી કહ્યું કે, ચાલુ વર્ષે મેઘ મહેર થતાં લગભગ 95 ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડ્યો છે ત્યારે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનના પરિણામે આ અભિયાન હેઠળ જે તળાવો ઊંડા કરાયા હતા અને ચેકડેમનું ડિસીલ્ટીંગ કર્યુ હતું એ પૈકી મોટાભાગના તળાવો-ચેકડેમમાં નવો જળસંગ્રહ થયો છે. આ અભિયાનના કારણે રાજ્યનાં 9700 વરસાદી તળાવો અને 4600 ચેકડેમો સંપૂર્ણપણે ભરાયાં છે. ભૂગર્ભ જળ સપાટીમા 5 થી 7 ફૂટ નો વધારો થયો છે.
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ થઈ શકે છે ભારે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
ટ્રાફિકના નવા નિયમોને લઈને વિવાદ, મધ્ય પ્રદેશ-રાજસ્થાન અને પંશ્ચિમ બંગાળે લાગુ કરવાનો કર્યો ઇનકાર
રાજ્યમાં 33 જિલ્લાઓમાં 12.279 તળાવો ઊંડા કરાયા. જળ સંગ્રહ માટેનાં 30416 કામો પૂર્ણ કરાયા છે. 100 લાખ લોકોની રોજગારી ઊભી થઈ સાથે 14 હજાર થી વધુ ગામોમાં કૂવાઓનાં પાણીનાં તળ ઉંચા આવ્યાં છે. આગામી વર્ષોમાં પણ જળ સંગ્રહ અભિયાન ચાલુ રખાશે. ઉલ્લેખીય છે કે નીતિ આયોગે જાહેર કરેલ કમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઈંડેક્ષમા સતત ત્રીજા વર્ષે ગુજરાત પ્રથમ નંબરે છે.