ગાંધીનગરઃ ગુજરાતમાં લગ્ન સમારંભના કારણે કોરોનાના કેસ વધ્યા હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કરી હતી. મળતી જાણકારી અનુસાર રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે લગ્ન સમારંભના કારણે રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા છે.


તેમણે કહ્યું કે મોટા ભાગે જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે તે લોકો લગ્નપ્રસંગમાંથી આવ્યા છે. થોડા સમય પહેલા ટેસ્ટની સંખ્યા 50 હજાર હતી જે હાલ વધારીને 70 હજાર હજાર કરાયા હોવાથી કેસ વધુ આવતા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. સાથે તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગે તમામ હોસ્પિટલમાં સૂચનાઓ આપી દીધી છે કે તમામ ઑક્સિજન પ્લાંટનું ચેકીંગ અને રિપેરીંગ કરાવી લેવામાં આવે. ત્રીજી લહેરની તમામ સંભવિત તૈયારીઓ કરી લેવામાં આવી હોવાની પણ તેમણે વાત કરી હતી.


કોરોનાના બુસ્ટર ડોઝને લઈ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું બુસ્ટર ડોઝને લઈને કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. અમુક નિષ્ણાંતો બુસ્ટર ડોઝ માટે સરકારને કહી રહ્યા છે. રાજ્યમાં કરાયેલા એક સિરો સર્વેમાં એન્ટી બોડી મળ્યા છે. ગુજરાત રાજ્યમાં 70 ટકા જેટલા લોકોમાં એન્ટી બોડી જોવા મળી છે.


ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ


India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?


ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ


બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા


અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત