ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગાંધીનગરમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, પરંતુ બીજી તરફ લોકો કોરોનાને હળવાશથી લેતા હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં ગઈ કાલે 250 કરતા વધુ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ વસુલયો હતો. સરકારના જાહેરનામાના ભંગ બદલ દંડ વસુલાયો હતો.
મળતી વિગતો પ્રમાણે, અંદાજે 53,000 જેટલો દંડ પોલીસ દ્વારા વસુલ કરાયો હતો. જાહેર જગ્યાઓ અને સરકારી કચેરીઓમાં પણ દંડ વસુલાયો હતો. નોંધનીય છે કે, સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે ફરજિયાત માસ્ક પહેરવા વારંવાર વિનંતી કરવામાં આવી રહી છે. આ સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. આમ છતાં લોકો આ વાતને ગંભીરતાથી ન લેતા હોય, તેવું લાગી રહ્યું છે.
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 520 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25 હજાર 148એ પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1561 પર પહોંચ્યો છે. આજે 348 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર- 16, ભરુચ-7, જામનગર- 6, જુનાગઢ- 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ-4, પાટણ-4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, દેવભૂમિ દ્વારકા, 2, અમરેલી 2, મહીસાગર 1, સાબરકાંઠા 1, બોટાદ 1, દાહોદ 1, નવસારી 1, નર્મદા 1, મોરબી 1 અને અન્ય રાજ્યના 4 કેસ નોંધાયા છે.
કોરોનાના કહેર વચ્ચે પણ ગાંધીનગરમાં લોકો લાપરવાહ, માસ્ક ન પહેરનાર કેટલા લોકો દંડાયા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2020 11:32 AM (IST)
અંદાજે 53,000 જેટલો દંડ પોલીસ દ્વારા વસુલ કરાયો હતો. જાહેર જગ્યાઓ અને સરકારી કચેરીઓમાં પણ દંડ વસુલાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -