ગાંધીનગરઃ અત્યારે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે.
તેમણે જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી પાંચ વર્ષમાં કરાશે. અલગ અલગ સેકટરમાં આગામી પાંચ વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો ઉભી કરાશે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે નામના મળી છે. વિશ્વના સૌથી પ્રસિદ્ધ 100 પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઇમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલ છે. શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 7મી અજાયબીનો દરજ્જો આપવામાં આવેલ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે રૂપિયા 652 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
Gujarat Budget 2021 : ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં કેટલા યુવાનોને આપશે નોકરી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2021 12:22 PM (IST)
વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે.
તસવીરઃ નીતિન પટેલ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -