ગાંધીનગર: ઝુંડાલ નર્મદા કેનાલમાથી પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા છે. ફાયર વિભાગે પ્રેમી યુગલના મૃતદેહને બહાર કાઢ્યા છે. પ્રેમી યુગલે દુપટ્ટાથી હાથ બાંધી જીવન ટૂંકાવ્યું  હતું. મળતી માહિતી પ્રમાણે જીવન ટૂંકાવનાર થોડા દિવસો અગાઉ ગાંધીનગરના સેકટર 24 માંથી ગુમ થયેલા પ્રેમી યુગલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જો કે, આ યુવક અને યુવતીએ ક્યા કારણોસર મોતને વ્હાલું કર્યું તેની માહિતી સામે આવી નથી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. યુવક અને યુવતીના મોતથી બન્નેના પરિવારમાં માતમ છવાયો છે.


AAPમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરનું પરાક્રમ


રતમાં કોર્પોરેટરનું બાંકડા કૌભાંડ સામે આવ્યું છે. અહીં કોર્પોરેટરે ગ્રાન્ટમાંથી લીધેલા બાંકડા પોતાના ઘરે ટેરેસ પર લગાવી દેતા વિવાદ સર્જાય છે. જાણીએ શું છે મામલો સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાનું બાકડા કૌભાંડ બહાર આવ્યું છે. અહીં સરકારી ગ્રાન્ટમાંથી લીધેલા બાંકડા કોર્પોરેટરે પોતાના ઉપયોગ માટે ઘરના ટેરેસ પર મૂકી દીધા હતા. આ બાકડાંનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. ગ્રાન્ટની રકમમાંથી ખરીદેલા બાંકડા પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે ટેરેસ પર ચઢાવી દેતા વિવાદ સર્જાયો હતો.


ગ્રાન્ટની રકમમાંથી ખરીદેલા ત્રણ બાંકડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ ઘટનાનો અહેવાલ એબીપી અસ્મિતા પર પ્રસારિત થયો હતો બાદ કોર્પોરેટર દોડતા થયા હતા અને તાબડતોબ બાંકડાને ઘરના ટેરેસ પરથી હટાવ્યાં હતા. જો કે બાદ તેમણે આ સમગ્ર મામલે બચાવ કરતા જણાવ્યું હતું કે, બિલ્ડીંગમાં કોઈને ત્યાં પ્રસંગ હતો તેથી બાકડા ટેરેસ પર મુકાયા છે, હવે ઉતારી દેવામા આવ્યાં છે.


રથયાત્રા પહેલા એક્શનમાં, અડધીરાત્રે 138 લોકોને દબોચ્યા, મળ્યા આવા હથિયારો