ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. હવે ભાજપના વધુ એક દિગ્ગજ નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને કોરોના થયો છે. ભાજપ નેતા ધવલસિંહ ઝાલાને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમણે પોતાના સંપર્ક આવેલ લોકોને તપાસ કરાવવા અપીલ છે.
નોંધનીય છે કે, ધવલસિંહ ઝાલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા પછી બાયડના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમની સાથે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અલ્પેશ ઠાકોરે પણ રાજીનામું આપી દીધું હતું. તેમજ આ બંને નેતાઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપની સીટ પર ચૂંટણી લડ્યા હતા. જોકે, બંનેનો પરાજય થયો હતો.
કોંગ્રેસના MLA પદેથી રાજીનામું આપી ભાજપમાંથી ચૂંટણી લડેલા કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Nov 2020 10:47 AM (IST)
બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને કોરોના થયો છે. ભાજપ નેતા ધવલસિંહ ઝાલાને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમણે પોતાના સંપર્ક આવેલ લોકોને તપાસ કરાવવા અપીલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -