ગાંધીનગરઃ કોરોનાની બીજી લહેરમાં મુલતવી રહેલી ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર મનપાની સ્થગિત થયેલ ચૂંટણી હાલની સ્થિતિમા યોજાય તેવી સંભાવનાઓ નહિવત છે. આગામી દોઢ થી બે મહિના સુધી કોરોનાં કેસોની રાજ્યમાં સ્થિતિ નક્કી થયાં બાદ રાજય ચૂંટણી પંચ ચૂંટણી આ અંગે વિચારણા કરી શકે.
કોરોનાના કેસો હજુ સ્ટેબલ ન થયાં હોવાથી અને નવા વેરીયન્ટને લઇને બે મહિનાની અંદર ચૂંટણી યોજાય તેવી શક્યતા ઓછી છે. સૂત્રો પાસેથી મળેલી માહીતી પ્રમાણે હાલની સ્થિતિએ નજીકનાં સમયમાં ગાંધીનગર મનપા ચૂંટણી અંગે કોઈ વિચારણા નહીં.
Banaskantha : ધાનેરા પાલિકા પ્રમુખની ચૂંટણીમાં મહિલા પ્રમુખના પતિએ ભાજપના નેતાને કરી 5 લાખની ઓફર? ઓડિયો ક્લિપ વાયરલ
બનાસકાંઠાઃ ધાનેરામાં લોકશાહીને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પાલિકાની પ્રમુખની ચૂંટણીમાં મતદાન માટે સદસ્યને પૈસાની ઓફર કર્યાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. પાલિકાની ચૂંટણીમાં એક સદસ્યને પોતાની તરફેણમાં મતદાન કરવા 5 લાખની ઓફર આપ્યાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે.
18 જૂને ધાનેરા પાલિકામાં પ્રમુખની ચૂંટણી થઈ હતી. વર્તમાન પ્રમુખ કિરણબેન સોનીના પતિએ ભાજપના જ એક સદસ્યને ફોન કરી પૈસાની ઓફર કર્યાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. પૈસાની સાથે સદસ્યને સમિતિના ચેરમેન બનાવવાની પણ વાત કરતાનો ઉલ્લેખ છે. અન્ય સભ્યોને કેટલા રૂપિયા આપ્યા હશે તેને લઈ અનેક તર્ક વિતર્ક છે. સમગ્ર વાયરલ ઓડિયો ક્લિપની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું.
અમદાવાદમાં અનેક સેન્ટર પર ખૂટ્યો વેક્સિનનો સ્ટોક, સેન્ટરો પર લાગી નોટિસ
અમદાવાદઃ શનિવારે અનેક સેન્ટર ઉપર વેકસીન ઉપલબ્ધ નહિ. અલગ અલગ સેન્ટરો ઉપર વેકસીન ઉપલબ્ધ ન હોવાની નોટિસ લાગી હતી. એક તરફ કેન્દ્ર સરકાર વેકસીનેશન મહાઅભિયાન ચલાવી રહી છે. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત 400 સેન્ટર પૈકી અનેક સેન્ટર ઉપર વેકસીનનો જથ્થો આજે પહોંચશે નહિ.
શુક્રવાર જેવી જ વેકસીનેશનની સ્થિતિ શનિવારે પણ સામે આવી. 26 જુન સુધીમાં જે નાગરિકોને 84 દિવસ પૂર્ણ થયા હોય તેવા નાગરિકો પોતાનો બીજો ડોઝ લેવા પહોંચ્યા પણ રસીકરણ કેન્દ્રો બહાર વેકસીન ન હોવાના પોસ્ટર જોઈને નારાજગી દર્શાવી. વેકસીનેશન સેન્ટર ઉપર જ્યાં એક દિવસની 20 બોટલ એટલે કે 200 ડોઝ આપવામાં આવતા ત્યાં ઘટાડો કરવામાં આવ્યો અને હાલમાં ગણતરીના બુથ ઉપર 100 અથવા 150 ડોઝ આપવામાં આવી રહ્યા છે.
ABP અસ્મિતાએ અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત રસીકરણ કેન્દ્ર ઉપર મુલાકાત કરી.વસ્ત્રાપુર વેકસીનેશન સેન્ટર ઉપર આવેલા વૃદ્ધ નાગરિકો વેકસીન લેવાની ગણતરીએ વહેલા પહોંચ્યા પણ બુથ ઉપર પહોંચીને પરત ફર્યા.કારણ કે બુથ બહાર જ વેકસીન નહિ મળવાની નોટિસ લગાવવામાં આવી હતી.
કોવિન એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ વેકસીન ન મળતા હવે વેકસીન ક્યારે મળશે તે એક સવાલ નાગરિકોને ઉભો થયો છે.હાલ સુધી અમદાવાદ શહેરમાં વેકસીનેશનની સ્થિતિ શુ છે.
-અમદાવાદ શહેરમાં હાલ સુધી વેકસીનના 27,97,052 ડોઝ અપાયા
-પ્રથમ ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 22,85,564 અને બે ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 5,11,488
-રાજ્ય સરકારે 1 મેં થી 18 થી 44 વર્ષના નાગરિકો માટે શરૂ કર્યું વેકસીનેશન
-દોઢ મહિનામાં 18-44 વયજુથના 14,53,918 લોકોએ પહેલો ડોઝ લીધો
-હાલ સુધી 45 થી વધુ ઉંમરના નાગરિકોને 7,40,832 લોકોને વેકસીન આપવામાં આવી
AMC ના આધારભૂત સૂત્રો કહી રહ્યા છે કે અગાઉ જે 400 સેન્ટર 21 જુનથી શરૂ કરવામાં આવ્યા હતા.તે પૈકી મોટાભાગના સેન્ટરો ઉપર મર્યાદિત જથ્થો આપવામાં આવનાર છે. એટલે કે જ્યાં અગાઉ 200 ડોઝ પુરા પાડવામાં આવતા ત્યાં માત્ર 100 ડોઝ આપવામાં આવશે અથવા વેકસીનની સ્થિતિને જોતા ડોઝ ન પણ આપી શકાય તે પ્રકારની મહાનગરપાલિકા પ્રશાસનની તૈયારીઓ છે.