ગાંધીનગરઃ ગુજરાતમાં ડેલ્ટા વેરિએન્ટ પ્લસનો એક પણ કેસ નહીં. ચાંપતી નજર ગુજરાત સરકાર રાખી રહી છે, તેમ  અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ઓફ પૂણેમાં પણ સેમ્પલ મોકલાય છે. અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો દર્દી નથી મળ્યો. રોજ 30-40 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાય છે. અત્યાર સુધી 1000 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. 


વેક્સિનેશનમાં ગુજરાત શરૂઆતથી જ મોખરે છે. જનતાના સહોયગથી સારી રીતે વેક્સિનેશન ડ્રાઈવ ચલાવી છે. ગઈ કાલે 4 લાખ 40 હજાર લોકોનું વેક્સિનેશન થયું. એક સેન્ટર પર 200 ડોઝની ફાળવણી થાય છે. ત્રીજા વેવમાં સંક્રમણ પ્રસરે નહિ તેનુ કામ ચાલી રહ્યુ છે. વેક્સિનની ઉપલબ્ધતાની વાત છે ભારત સરકાર કરાવે છે.


કોવિશિલ્ડ અને કોવેક્સિન બંન્નેના ડેસ્પેચ સેન્ટરથી હવાઈ અથવા રોડ માર્ગે આવે છે. ત્રીજી વેવને અટકાવવા માટે વેક્સિન એક જ ઉપાય છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની લોકો પાસે અપીલ કરી છે. રાજ્યમાં 45 લાખથી વધુ લોકોને 2 ડોઝ મળ્યા. 


ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે, ત્યારે ગઈ કાલે નવા કેસોને લઈને મોટા રાહતના સમાચાર સામે આવ્યા હતા. ગઈ કાલે ચાર જ જિલ્લામાં બે ડિજીટમાં કેસો આવ્યા હતા. બાકીના તમામ જિલ્લાઓમાં 10થી ઓછા કેસ નોંધાયા હતા. એમાં પણ 16 જિલ્લા તો એવા હતા કે, જ્યાં ગઈ કાલે એક પણ નવો કેસ નોંધાયો નહોતો. 


ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 26, સુરત કોર્પોરેશનમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 10 અને સુરત કોર્પોરેશનમાં 10 કેસો નોંધાયા હતા. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 10થી ઓછા કેસો હતા. 


આ ઉપરાંત ગુજરાત માટે વધુ રાહતના સમાચાર એવા છે કે, રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 5 હજારની અંદર જતા રહ્યા છે. તેમજ 9 જિલ્લા તો એવા છે કે જ્યાં 10થી પણ ઓછા એક્ટિવ કેસો રહ્યા છે, ત્યારે આ જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓની વાત કરીએ તો ભરુચમાં 6, છોટાઉદેપુરમાં 4, દાહોદમાં 8, ડાંગમાં 1, મોરબીમાં 4, નર્મદામાં 8, પાટણમાં 5, સુરેન્દ્રનગરમાં 5 અને તાપીમાં 6 એક્ટિવ કેસ છે.