Gujarat Budget : નીતિન પટેલે કઈ કઈ મોટી જાહેરાતો કરી, જાણો
ગત વર્ષે નીતિન પટેલ દ્વારા જ રૂપિયા 2.04 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. એ વખતના બજેટમાં પણ કોઈ નવા કરવેરા નહોતા લદાયા
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 26 Feb 2020 06:32 PM

બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ આજે બુધવારથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. ગત વર્ષે નીતિન પટેલ દ્વારા જ રૂપિયા 2.04 લાખ કરોડનું...More
ગાંધીનગરઃ આજે બુધવારથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. ગત વર્ષે નીતિન પટેલ દ્વારા જ રૂપિયા 2.04 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. એ વખતના બજેટમાં પણ કોઈ નવા કરવેરા નહોતા લદાયા.
રાજ્યમા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ના જેમ બનશે ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન.
સરકારે બજેટમાં 30 કરોડની જોગવાઈ કરી.
સરકારે બજેટમાં 30 કરોડની જોગવાઈ કરી.
ઉડાન યોજના માટે રૂ.45 કરોડની જોગવાઈ. પોરબંદર, મુન્દ્રા, ભાવનગર અને જામનગરને એર કનેક્ટીવીટીથી જોડાશે. કેવડીયા, સાબરમતી અને શેત્રુંજયને વોટરડ્રોમથી જોડાશે. રાજપીપળા, અમરેલી, કેશોદ અને મહેસાણામાં એરપોર્ટ ડેવલપમેન્ટ માટે રૂ.25 કરોડની જોગવાઈ.
ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે રૂ.1,019 કરોડની જોગવાઈ. 800 ઈ-રીક્ષા માટે પ્રતિ રીક્ષા રૂ.40,000 સહાય અપાશે. : નાણામંત્રી નીતિન પટેલ
માદરે વતન યોજનાની જાહેરાત નીતિન પટેલે બજેટમાં કરી. જે અંતર્ગત ગ્રામ્ય સુવિધાઓ વિકસાવવા દાતા દ્રારા આપવામાં આવતા દાનની રકમ જેટલી જ મેચિંગ રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરશે
કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરવામાં આવી. જેમાં 30 કરોડની જોગવાઈ. હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 50 થી 75 હજાર સહાય આપવામાં આવશે.
સ્વ-સહાય જૂથોની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા સહાય અપાશે અને ઉત્પાદિત ચીજ વસ્તુના સીધા વેચાણ માટે સ્ટોલ ઉભા કરવા રૂ.3 કરોડની જોગવાઈ
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના માટે રૂ.490 કરોડની જોગવાઈ. ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઈન્ટરનેટ માટે રૂ.100 કરોડની જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,243 કરોડની જોગવાઈ. સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે 2000 કરોડની જોગવાઈ. આયુષ્યમાન ભારત યોજના માટે 450 કરોડની જોગવાઈ
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને રાજ્યના યુવાનોને રોજગારી સાથે પોલીસમાં સેવા કરવાની તક મળે તે માટે પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે. જ્યારે 4,528 જેટલા હોમગાર્ડ્સની ભરતી કરવામાં આવશે. જેથી હવે હોમગાર્ડનું સંખ્યાબળ 49 હજાર 808 જેટલું થઈ જશે.
મિયાગામ, વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા ઉપર કુલ 18 સ્થળોએ નાના વીજ મથકો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ
નર્મદા બંધ પરથી ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનારા વધારાના પાણી પૈકી કચ્છને 1 મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન
ઉત્કૃષ્ટ શાળો બનાવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરાશે.500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે
સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને રમત ગમતની સુવિધીઓ માટે 250 કરોડની જોગવાઈ. 7000 નવા વર્ગખંડોના બાંધકામ માટે 650 કરોડની જોગવાઈ
કલ્પસર યોજના અંતર્ગત અભ્યાસો પૂર્ણ કરવા 400 કરોડની જોગવાઈ, સુક્ષ્મ સિંચાઈ યોજના માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ, માઈક્રો ઈરીગેશનથી સિંચાઈ કરશે તે ખેડૂત જૂથોને પીયાવાના દરમાં 50% રાહત
જ્ઞાનકુંજ સવલત ઉભી કરવા 125 કરોડની જોગવાઈ.
પ્રાથમિક શાળાના 15 હજાર વર્ગખંડોમાં અંદાજીત છ લાખ બાળકોને ઉપયોગી થાય તેવો વર્ચુઅલ ક્લાસરૂમ.
પ્રાથમિક શાળાના 15 હજાર વર્ગખંડોમાં અંદાજીત છ લાખ બાળકોને ઉપયોગી થાય તેવો વર્ચુઅલ ક્લાસરૂમ.
શિક્ષણ વિભાગ માટે 31 હજાર 955 કરોડની જોગવાઈ.
એક વર્ષમાં સાત હજાર નવા ઓરડા બનાવવાની સરકારની જાહેરાત.
ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને રમતગમતની સુવિધા પૂરા પાડવા 250 કરોડની જોગવાઈ.
ધોરણ 1થી 8ને આશરે 43 લાખને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે 980 કરોડની જોગવાઈ.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 22 હજાર વિદ્યાર્થીઓની ફી, યુનિફોર્મ, સ્કુલ બેગની સહાય માટે 550 કરોડની જોગવાઈ.
સાત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના 404 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચમ શેડ બનાવવા 10 કરોડની જોગવાઈ.

માઈક્રો ઈરીગેશન સિસ્ટમથી સિંચાઈ કરતા કેડૂત જુથોને પ્રવર્તમાન પીયાવાના દરમાં 50 ટકા રાહત મળશે.
કચ્છને એક મિલિયન એકર ફુટ પાણી પહોંચાડવાનું રાજ્ય સરકારનું આયોજન.
કચ્છ શાખા નહેરના બાકીના કામો પૂર્ણ કરવા, દુધઈ પેટા શાખાના કામો અને તેની વિતરણ નહેરોના કામો માટે 1084 કરોડની જોગવાઈ.
કચ્છને એક મિલિયન એકર ફુટ પાણી પહોંચાડવાનું રાજ્ય સરકારનું આયોજન.
કચ્છ શાખા નહેરના બાકીના કામો પૂર્ણ કરવા, દુધઈ પેટા શાખાના કામો અને તેની વિતરણ નહેરોના કામો માટે 1084 કરોડની જોગવાઈ.
કચ્છમાં નર્મદાના પૂરનું વધારાનું પાણી પહોંચાડવા માટે 100 કરોડની જોગવાઈ.
પાનમ જળાશય આધારીત યોજનાઓ માટે 249 કરોડના ખર્ચે કરવાનું આયોજન
દક્ષિણ ગુજરાતમાં 511 કરોડની સુરત જિલ્લાની કાકરાપાર, ગોધરા, વડ સિંચાઈ યોજના માટે 70 કરોડની જોગવાઈ.
પાઇપલાઇન આધારિત વધારાના 74 તળાવો અને 12 નદીના કાંસામાં પાણી આપવા 223 કરોડના ખર્ચનું આયોજન.

સાબરમતિ નદી પર 200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ હિરપુરા અને વલાસણ બેરેજ માટે 60 કરોડની જોગવાઈ.
ઉકાઈ જળાશય આધારિત 962 કરોડની સોનગઢ-ઉચ્છલ-નિઝર સિચાઈ યોજના માટે 250 કરોડની જોગવાઈ.
ઉકાઈ જળાશય આધારિત 962 કરોડની સોનગઢ-ઉચ્છલ-નિઝર સિચાઈ યોજના માટે 250 કરોડની જોગવાઈ.
મિલો સાથે જોડાણ કરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે 25 કરોડની જોગવાઈ.
સૌની યોજના ત્રીજા તબક્કાના 2403 કરોડના પાંચ પેકેજના કામો પ્રગિ હેઠળ.
સૌની યોજના માટે 1710 કરોડની જોગવાઈ.
ખાંડ સહકારી મિલોના ખેડૂતોને રક્ષણ આપવા માટે ફરી મીલો શરૂ કરવામાં આવશે.
સૌની યોજના ત્રીજા તબક્કાના 2403 કરોડના પાંચ પેકેજના કામો પ્રગિ હેઠળ.
સૌની યોજના માટે 1710 કરોડની જોગવાઈ.
ખાંડ સહકારી મિલોના ખેડૂતોને રક્ષણ આપવા માટે ફરી મીલો શરૂ કરવામાં આવશે.
જામનગર જિલ્લામાં પહેલા તબક્કે બે કરોડનાં ખર્ચે નવું સેન્ટર ઓફ એક્સલેંસ ઉભું કરાશે.
કૃષિ યુનિવર્સીટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા 750 કરોડની જોગવાઈ.
પાંચ હજાર મેટ્રીક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે.
ખાંડ સહકારી મિલોના ખેડૂતોને રક્ષણ આપવા માટેફરી મીલો શરૂ કરવામાં આવશે.
ગોડાઉન બનાવવા માટે 250 કરોડની જોગવાઈ.

65 હજારથી વધુ ગરીબોને મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે.
કાપણી પછી થતુ નુકસાન અટકાવવા પ્રાયોગિક ધોરણે 25 કરોડની જોગવાઈ.
માછીમારોને એન્જીન ખરીદીમાં સહાય આપવાની સરકારની નવી જાહેરાત.
કાપણી પછી થતુ નુકસાન અટકાવવા પ્રાયોગિક ધોરણે 25 કરોડની જોગવાઈ.
માછીમારોને એન્જીન ખરીદીમાં સહાય આપવાની સરકારની નવી જાહેરાત.
કરૂણા એમ્બ્યુલન્સની સેવા 31 શહેરોમાં શરૂ કરવામાં આવશે.
નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 27 કરોડની જોગવાઈ.
શાકભાજી, ફળ વહેંચતા લોકોને નુકસાન ન થાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે.
નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 27 કરોડની જોગવાઈ.
શાકભાજી, ફળ વહેંચતા લોકોને નુકસાન ન થાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે.
ગાયો માટે શેડ, સોલાર રૂફ, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન સહિતની સુવિધા માટે 100 કરોડની જોગવાઈ.
પશુપાલકોને ડેરીફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ હેઠળ 81 કરોડની જોગવાઈ, નીતિન પટેલ
પશુપાલકોને ડેરીફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ હેઠળ 81 કરોડની જોગવાઈ, નીતિન પટેલ
ખેડૂતને એક ગાયદીઠ નિભાવ ખર્ચ પેટે દર મહિને 900 રૂપિયા, વાર્ષિક 10800 રૂપિયા સહાય આપવામાં આવશેઃ નીતિન પટેલ
ચાલો સૌથી સાથે મળીને બનાવીએ ગુજરાત, નાણામંત્રી નીતિન પટેલે ગુજરારનુ બજેટ વાંચવાનુ શરૂ કર્યુ, ખેડૂતોને લઇને વિકાસની વાત કહી.
વીમા કંપની સામે ફરિયાદ મામલે સરકારે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં વિમા કંપની સામે છેતરપિંડીની કોઈ ફરિયાદ નથી થઈ. બેદરકારી રાખી હોય તેવી સરકારને 12 ફરિયાદ મળી છે.
રાજ્યમાં પ્રવાસીઓને આકર્ષવા માટે સરકારે પ્રવાસની જાહેરાત પાછળ 66.79 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. ઉપરાંત અન્ય રાજ્યમાં પણ જાહેરાત પાછળ 42.02 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.
વિધાનસભા ગૃહમાં વિપક્ષાના સુત્રોચ્ચાર, વિપક્ષે રાજ્યના ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકાર સામે સવાલો ઉભા કર્યા હતા.
રાજ્યના જિલ્લામાં સૌથી વધુ જામનગર જિલ્લાના સર્વે માટે રૂ. 2 કરોડ 61 લાખ 16 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં રાજ્યમાં ખેડૂતોએ વર્ષ 2019માં કરેલા વાવેતર વિસ્તારના અંદાજો માટે સેટેલાઈટ ઈમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી આંકડા મેળવવા માટે એમનેક્ષ ટેકનોલોજી પ્રા.લિ.ને રૂ.10 કરોડ 65 લાખ જેટલી માતબર રકમ ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષી સભ્યોએ હંગામો કર્યો હતો, સરકાર સામે પાક વીમા અને ખેડૂતોના પ્રશ્નોને લઇને ગૃહમાં વિપક્ષી સભ્યોએ ઉભા થઇને સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર આરોપો લગાવ્યા હતા.
વિધાનસભા ગૃહમાં હાલ બજેટ રજૂ થાય તે પહેલા પ્રશ્નોત્તરી કાળ શરૂ થઇ ગયો છે, સરકાર અને વિપક્ષી સભ્યો પ્રશ્નોત્તરી કાળમાં જોડાયા છે.
વિજય રૂપાણી સરકાર બજેટમાં કોઈ કરવેરા લાદવા નથી માંગતી પણ જીએસટીના અમલીકરણ બાદ રાજ્ય સરકારની આવકમાં ધરખમ ઘટાડો એ ચિંતાનો વિષય બન્યો છે.
ગત વર્ષે નીતિન પટેલ દ્વારા જ રૂપિયા 2.04 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. એ વખતના બજેટમાં પણ કોઈ નવા કરવેરા નહોતા લદાયા.
ગત વર્ષે નીતિન પટેલ દ્વારા જ રૂપિયા 2.04 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. એ વખતના બજેટમાં પણ કોઈ નવા કરવેરા નહોતા લદાયા.